મોરબીનાં સિરામીક ઉદ્યોગકારોના જ ૬૦૦ કરોડના રીફંડ અટકતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં: સરકાર રીફંડ છૂટા કરે તો માર્કેટમાં પ્રવાહિતા વધે
ગુજરાતમાં વિવિધ ચીજ વસ્તુઓની નિકાસ કરતા એકસ્પોર્ટરોનાં આઈજીએસટી એટલેકે ઈન્ટીગ્રેટેડ ગુડલ એન્ડ સર્વીસ ટેકસના ૧૦ હજાર કરોડના રીફંડ નાણામંત્રાલય દ્વારા છૂટા કરવામાં ન આવતા એકસ્પોર્ટરોની મુશ્કે વધી છે. જો સરકાર આવા રીફંડ છૂટા કરે તો માર્કેટમાં નાણાની પ્રવાહીતા વધે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.
ગુજરાતનાં વિવિધ ઉદ્યોગો જેમકે રસાયણો, સિરામીકસ, ટેકસટાઈલ્સ અને ફાર્માસ્યુટીકલ્સ જેવા કેટલાક નિકાસકારો હજુ સુધી ઈન્ટરગ્રેટેડ ગૂડસ અને સર્વીસીસ ટેકસ આઈજીએસટીના રીફંડ મેલવવાના બાકી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જીસીસીઆઈના અંદાજ પ્રમાણે નિકાસકારોએ રૂ,૧૦,૦૦૦ કરોડનાં આઈજીએસટી રીફંડ મેળવવાની બાકી છે.
પ્રોસેસીંગ માટે રૂ.૧૦,૦૦૦ કરોડની આઈજીએસટી રીફંડ બાકી છે. જીસીસીઆઈના પ્રેસીડન્ટ શૈલેળ પટવારીએ જણાવ્યું હતુ કે અત્યાર સુધીમાં જે વળતરમાં નોંધાઈ ચૂકયા છે. તેમાંથી વળતર ભૂલો અને ભૂલોનાં સહિત અનેક મુદાઓને લઈ રીફંડ અટકયા છે.
કુલ રિફંડસમાંથી હજુ સુધી પ્રક્રિવાની બાકી છે. સિરામીક નિકાસકારો એવો દાવો કરે છે કે રૂ.૬૦૦ કરોડની રીફંડ પ્રક્રિયા થવાની બાકી છે. નિકાસકારો માટે રૂ૭ લાખથીલઈને રૂ. ૭ કરોડ સુધીની રૂ.૬૦૦ કરોડનું રીફંડ બાકી છે. મોરબી સીરામીક એસો.ના પ્રેસીડન્ટ કે.જી. કુંંડારીયાએ જણાવ્યું હતુ કે રીફંડબાદ કરતા નિકાસકારોની કાર્યકારી મૂડીની કટોકટી તરફ દોરી જાય છે. અને બદલામાં તેમના ઓર્ડર ઉપર માઠી અસર કરે છે.
દરમિયાન, બાકી રીફંડ એક મુદો છે જે કાપડ નિકાસકારોને પણ પીડાતા હોય છે. બાકી રીફંડએ એક એવી સમસ્યા છે જે ઉદ્યોગ પર પ્રતિકુળ અસર કરે છે. કારણ કે કામકાજની મૂડીને અટકાવે છે નાના અને મધ્યમ સાહસો એસએમઈ મોટે ભાગે પરિણામમાં ફીકસ હોય છે. અને તેમને મૂડીની જરૂરીયાતો પૂરી કરવા માટે બેંક લોન લેવાની ફરજ પડે છે. બેંકીંગ સ્કેમ્સના તાજેતરનાં બેંકોએ લોન આપવા બાબતમાં વધુ પ્રમાણમાં નિયમો ઘડયા છે. જેને કારણે ઉદ્યોગોની મુશ્કેલી વધી છે.
ઉલ્લેખનીય છે કે જીસીસીઆઈ અને મુખ્ય કસ્ટમ્સ કમિશનરે સંયુકત આઈજીએસટી રીફંડની પ્રક્રિયા શરૂ કરવા પહેલ હાથ ધરી છે. અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી સુરત અને ગાંધીધામમાં અન્ય પ્રાદેશિક ચેમ્બર્સ સાથે શિપીંગ બીલ દસ્તાવેજો અને ફરિયાદો સંબંધીત પ્રશ્ર્નો ઉકેલવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.