આજથી 6 દાયકા પહેલા ડીઝલ એન્જીનની ઓળખ સાથે શરૂ થયેલ રાજકોટની મશીન ટૂલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ અનેક પરિમાણો સાથે વૈશ્ર્વિક ઓળખ બની ચુકી છે. રાજકોટમાં ઉદ્યોગ સાહસિકો દ્વારા ઓટો, હાર્ડવેર, ફર્નિચર, જ્વેલરી, એગ્રો, કિચનવેર સહીત 40 થી વધુ સેક્ટરમાં ઔદ્યોગીકરણ સાથે વિશ્ર્વના અન્ય દેશોને પાછળ રાખી વિકાસની હરણફાળ ભરી છે.
-
એકસ્પોમાં કૃષિ, વાણિજ્ય, રિઅલ એસ્ટેટ, જ્વેલરી, સિરામિક સહિત વિવિધ ક્ષેત્રના 1100 સ્ટોલ
-
રાજકોટનું ગૌરવ: ઇન્ફીનાઇટ સ્કવેર પ્રા.લી. ઇટાલીયન કંપની સાથે 200 કરોડના એમઓયુ કરશે
-
શ્રીલંકાના ઉર્જા મંત્રી, યુ.કે., ઇટલી, દુબઇ, તુર્કી સહિતના 40 દેશોના ઉચ્ચ અધિકારીઓનું ડેલીગેશન લેશે મુલાકાત
-
રાજવી પરિવારના માંધાતાસિંહજી જાડેજા દ્વારા યજમાનો માટે રણજીત વિલાસ પેલેસ ખાતે ખાસ આયોજન
પત્રકાર પરિષદને સંબોધતા સરદારધામના પ્રમુખ ગગજીભાઇ સુતરિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષા ગ્લોબલ બિઝનેસ સમીટની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એક વર્ષની મહેનત બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બિઝનેસ એક્સ્પો થવા જશે. આજથી 6 દાયકા પહેલા ડીઝલ એન્જીનની ઓળખ સાથે શરૂ થયેલ રાજકોટની મશીન ટુલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ અનેક પરિણામો સાથે વૈશ્ર્વિક ઓળખ બની ચુકી છે.
સ્ક્રૂથી લઇ સેટેલાઇટના પાર્ટ્સની માંગ રાજકોટ પુરૂં પાડી રહ્યું છે. ચાર દિવસીય એકસ્પોમાં 45 જેટલી વિવિધ કેટેગરીમાં 1100 એકમો જુદી-જુદી પ્રોડક્ટ્સનું નિદર્શન સહ વેંચાણ કરશે. જેમાં દેશ-વિદેશના 10 લાખથી વધુ વિઝીટર્સ મુલાકાત લેશે. આ એક્સ્પો દરમિયાન રાજકોટની ઇનફીનીટ સ્કવેર પ્રાઇવેટ લીમીટેડ ઇટાલીયન કંપની સાથે 200 કરોડના એમ.ઓ.યુ. કરશે. જેમાં હેલ્થ એન્ડ બ્યૂટી, ફેશન-જ્વેલરી, ટેકનોલોજી, ઇલેક્ટ્રોનીક્સ તથા એસેસરીઝ સેક્ટર માટે એમ.ઓ.યુ. કરાશે તથા આ ચાર દિવસીય એકસ્પોમાં અંદાજે 10 હજાર કરોડના બીટુબી થવાની પૂરી શક્યતા છે.
અમે સરકાર પાસે રાજકોટ શહેરમાં 40 વિઘા જમીન માંગેલ છે. જેમાં સરદારધામ દ્વારા 200 કરોડનો યુવા શક્તિ માટે પ્રોજેક્ટ લાવીશું. જેનું ટુંક સમયમાં ભૂમિપૂજન કરાશે. આ એક્સ્પો થકી એન્જીનીંયરીંગ, એગ્રીકલ્ચર, સિરામીક, બાર્સ, ટેક્સટાઇલ, આઇટીને બુસ્ટ મળશે. વિશ્ર્વ ફલક પર છવાઇ જશે. 7 જાન્યુઆરીએ શ્રીલંકાના એનર્જી મીનીસ્ટર એકસ્પોની મુલાકાત લેશે.
ગ્લોબલ બિઝનેસ સમીટ વિશે માહિતી આપતા હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે એક્સપોમાં વ્યવસાયિક તકો અંગે વાત કરીએ તો અહી યુ.કે., ઇટલી, યુ.એ.ઈ. દુબઈ, તર્કી, સેનેગલ, વિયેતનામ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કોંગો, સાઉથ આફ્રિકા સહિતના 40 જેટલા દેશના ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન પધારશે. જે સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગથી પરિચિત બનશે તેમજ અહીની પ્રોડક્ટ્સ માટે એક્ષ્પોર્ટના નવા દ્વાર ખુલશે. અન્ય રાજ્યના ઉદ્યોગકારો પણ અહી મુલાકાતે આવનાર હોઈ આંતર રાજ્ય વેપારનો ઘર બેઠા વેપારીઓને અવકાસ મળશે.
સ્થાનિક લોકો માટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ, હાર્ડવેર હોમ ડેકોર ઈલેક્ટ્રિકલ ક્ષેત્રમાં ઉત્પાદિત પ્રોડકશનમાં ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર તેમજ ડીલરશીપ બનવા માટે નવી તક પ્રાપ્ત થશે.
વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે કનવેનશન સેન્ટર રાજકોટમાં મંજૂર થઇ ગયેલ છે. એનએસઆઇસી તથા કોર્પોરેશનના ટાઇઅપથી ટૂંક સમયમાં બનશે. અમે કનવેનશન સેન્ટર માટે રજૂઆત કરી હતી. તેઓએ માંગણી સ્વીકારેલ હતી.
જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ, મોરબી સહીત સૌરાષ્ટ્રની ઓળખ વિશ્ર્વભરમાં વધુને વધુ ખ્યાતિપ્રાપ્ત થાય અને નવા ઔદ્યોગિક સીમાચિહ્ન પ્રસ્થાપિત કરે, તેમજ યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સૌ કોઈએ જી.પી.બી.એસ.-2024 દેશ કા એકસ્પો મુલાકાત અચૂક લેવા સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ હંસરાજભાઇ ગજેરા, સરદારધામના મંત્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, જી.પી.બી.એસ. સલાહકાર મોલેશભાઈ ઉકાણી, જી.પી.બી.એસ. ક્ધવીનર નિલેશભાઈ જેતપરીયા, જી.પી.બી.એસ. સહ ક્ધવીનર નરેન્દ્રભાઈ સંઘાત, એકસ્પોના ઇવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા સહીત સમગ્ર આયોજક ટીમે અનુરોધ કર્યો છે.
વિદેશના ડેલીગેટ્સ સાથે ઉદ્યોગકારો કરશે મુલાકાત
રાજકોટ ખાતે 7, 8, 9, 10 જાન્યુઆરીએ સરદારધામ દ્વારા યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના પણ સર્વે સમાજના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ભાગ લેશે. આ બિઝનેસ સમિટમાં દેશ-વિદેશની 1000થી વધુ બ્રાન્ડના સ્ટોલનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટમાં કેનેડા, યુ.એ.ઈ., થાઈલેન્ડ, વિયેતનામ, ઓમાન, યુ.કે, મેક્સિકો, સાઉથ આફ્રિકા, પોલેન્ડ, કતાર, સેનેગલ, કેન્યા, રોમાનિયા, યુગાન્ડા, ઑસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, ફિલિપાઇન્સ, કોન્ગો, જર્મની ઈજીપ્ત, બહેરીન, ઝમ્બીયા, બ્રાઝિલ, ઘાના, ઇન્ડોનેશિયા, યમન, તુર્કી, નેપાળ, બેલ્જીયમ, શ્રીલંકા, જોર્ડન, કુવૈત, નેધરલેન્ડ, બાંગ્લાદેશ સહિતના દેશોના ઉદ્યોગકારો મુલાકાતે આવનાર છે.
1 લાખ ચો.મી. જગ્યા માં 13 પેવેલિયનના વિવિધ કેટેગરીના 1100 સ્ટોલ
સરદારધામ આયોજીત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પોમાં 1 લાખ ચોરસ મીટર જગ્યામાં 13 અત્યાધુનિક પેવેલિયનમાં 1100 જેટલા અલગ અલગ કેટેગરીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલ કૃષિ, ડેરી, વાણિજ્ય, રિયલ એસ્ટેટ, જ્વેલરી, સિરામિક, આર્કિટેકટ, ફૂડ એન્ડ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ, ટેક્ષટાઈલ, આઈટી – ટેકનોલોજી સહિતના
ક્ષેત્ર આધારિત હશે. વળી, અહીં પોતપોતાના ક્ષેત્રોમાં મહારથ હાંસલ કરેલા દેશ-વિદેશના ટોચના બિઝનેસમેન અને મોટીવેશનલ સ્પીકર્સ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી શકે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની વિવિધ ઈવેન્ટ્સ માટે 5000 ચોરસ મીટરનો ખાસ એરકંડીશન હોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
એક્સ્પોના મુખ્ય આકર્ષણો
- એશિયાની સૌથી મોટી ટાઇલ્સનું નિદર્શન
- રાજકોટમાં નિર્માણ પામનાર સૌથી ઊંચું 40 માળના બિલ્ડીંગની ઝાંખી
- હાઈડ્રો ટ્રાન્સમિશન ટેકનોલોજી યુક્ત ઓટોમેટીક ગેર વગરનું ટ્રેક્ટર
- એક સાથે 150 મણ મગફળી સાફ કરી આપતું ડિસ્ટોર્નર
- 200 મીટર ઊંડે માઇન્સમાંથી પાણી કાઢી આપતો સ્ટેનલેસ સ્ટીલનો પંપ
ડોમ વાઇઝ સ્ટોલની આછેરી ઝલક
સરદારધામ એક્સ્પોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે 11 કે.વી. પ્રદ્યુમન ફીડરને સ્ટેન્ડ બાય ફિડર તરીકે રાખવામાં આવ્યું છે. આથી કોઈ પણ પ્રકારનો વીજ વિક્ષેપની પરિસ્થિતિમાં પાવર ચેન્જ ઓવર થઈ શકે અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પાડી શકાય.
વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે માટે રાજકોટ શહેરના અધિક્ષક ઇજને કે.બી. શાહ રાજકોટ સીટી 3 ડિવિઝનના કાર્યવાહક ઈજનેર એમ. આર. માકડીયા અને મોટા મહુવા સબ ડિવિઝનના નાયબ ઈજનેર અમૃતિયા અને તેમની ઇજનેરો, લાઇન સ્ટાફ અને કોન્ટ્રાક્ટરોની ટીમની નિગ્રાની હેઠળ આ કામગીરી કરવામાં આવી છે.એક્સ્પોમાં વિવિધ ડોમમાં કેટેગરીઝ મુજબ સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું છે.
જેમાં ડોમ-બી માં રિયલ એસ્ટેટ, ફર્નિચર, આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સીસ, હોમ ડેકોર, એસ્ટ્રોલોજી, જ્વેલર, પી.વી.સી. પાઇપના સ્ટોલ જોવા મળશે.ડોન-સી મા ફૂડ એન્ડ બેવરેજીસ અંતર્ગત આઈસ્ક્રીમ, સ્પાઈસીસ એન્ડ પલ્સીસ, કોલ્ડ્રીક્સ, નમકીન, ટી એન્ડ કોફી, બેકરી, ડેરી, ફૂડ પેકેજીંગ, ફૂડ મશીનરીઝના સ્ટોલ્સ જ્યારે ડોમ-ડી માં ટાઇલ્સ, સેનેટરીવેર, બાથવેર, ડોમ-ઈ માં સીડ્સ, પેસ્ટીસાઇડ, એગ્રીકલ્ચર રિલેટેડ મશીનરીઝ સબમર્સીબલ પંપસ એન્ડ ફીટીંગ્સ, ફર્ટીલાઇઝર, ટ્રેક્ટર સહિતના એગ્રીકલ્ચર પ્રોડક્ટસ જ્યારે ડોમ- એફ માં ઓટો પાર્ટ્સ, મશીનરી, સબમર્સીબલ પંપ, સોલાર એનર્જી, કેબલ વાયર, ટ્રાન્સફોર્મર, બેરિંગ, ફાસ્ટનર, પ્લાસ્ટિક અને રબર પ્રોડક્ટનું એક્ઝિબિશન જોવા મળશે. જ્યારે ડોન જી માં કોસ્મેટિક્સ, હેલ્થ કેર, ફાર્મા, આઈ,ટી., ટ્રાવેલ એન્ડ ટુરીઝમ, ટેક્સટાઇલ ગારમેન્ટ, એજ્યુકેશન, બિઝનેસ ક્ધસલ્ટન્સી, ગિફ્ટ આર્ટીકલ્સ, એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ સહિતના વિવિધ ક્ષેત્રના સ્ટોલ્સનું વૈવિધ્યપૂર્ણ પ્રદર્શન જોવા મળશે.
મહિલાઓ માટે અનોખી પહેલ
- 50 થી વધુ સ્ટાર્ટઅપસ સહભાગી બની તેમના પ્રોજેક્ટનું નિદર્શન કરશે
- 50 થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે ફાળવેલ સ્ટોલ
ઉદ્યોગકારોને વ્યવસાયને વધારવાની મળશે તક
- વિદેશી ડેલિગેશન સાથે મુલાકાત – એક્સપોર્ટ્સ સંભાવના
- અન્ય રાજ્યના ઉદ્યોગકારો સાથે આંતર વેપાર વ્યાપ
- સ્થાનિક લોકો માટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ, હાર્ડવેર હોમ ડેકોર ઈલેક્ટ્રિકલ ક્ષેત્રમાં ઉત્પાદિત પ્રોડકશનમાં ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર તેમજ ડીલરશીપ બનવા માટે તક