સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ અભિનંદન પાઠવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , સીસીડીસી ભવન મારફત સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની નજીવી રજીસ્ટ્રેશન ફી સાથે સચોટ તાલીમ આપવામાં આવે છે . ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની સચોટ અને સફળ તાલીમ આપતું સી.સી.ડી.સી. ભવન રાજ્યભર નાં છાત્રોને ઘરે બેઠા બેઠા તાલીમ મળી રહે તે માટે દેશભરની વિશ્વવિધાલયોમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સી.સી.ડી.સી. ભવન મારફત યૂ  ટયૂબ ’ ચેનલ શરૂ કરેલ છે અને તેની સાથે સૌરાષ્ટ્ર વિસ્તારનાં વિદ્યાર્થીઓ ફિઝીકલ તાલીમ લઈ શકે તે માટે રેગ્યુલર તાલીમવર્ગો અને કાર્યશાળા ઓનાં સતત આયોજનો કરવામાં આવે છે . તાજેતરમાં જ બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ (વર્ગ 3) ની પરીક્ષામાં સી.સી.ડી.સી. નાં દસ (10) છાત્રોએ ઝળહળતી સફળતા મેળવી સી.સી.ડી.સી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કામગીરી બિરદાવેલ છે . યુનિવર્સિટીનાં કુલપતિ  પ્રો . ગીરીશભાઈ ભીમાણી એ સરકારી નોકરી માટેની પ્રાથમિક બિન સચિવાલયની પરીક્ષામાં સફળતા મેળવનાર 10 તેજસ્વી છાત્રા  વાઢેર કુલદિપસિંહ કે . , ચૌહાણ જયરાજસિંહ આર . , જાડેજા કુલદિપ વી . , ખેર સંદિપ આર . , લખવાણી પ્રિયા એસ . , રાતડીયા પૂજા જે . , ટાંક શ્વેતા એચ . , સોનારા જયવીર વી . , ટાંક અભિષેક એમ . અને પરમાર અજય જે . ને અભિનંદન પાઠવેલ છે અને ટીમ સી.સી.ડી.સી.ની કામગીરીને બિરદાવેલ છે. ટીમ સી.સી.ડી.સી. નાં સંયોજક પ્રો . નિકેશભાઈ શાહે સફળતા મેળવનાર છાત્રોને અભિનંદન આપતા જણાવેલ કે રાજ્ય કે રાષ્ટ્રીયકક્ષાની મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સી.સી.ડી.સી. માં આવતાં વિષય નિષ્ણાંતોની સચોટ માર્ગદર્શન અને છાત્રોની સફળતાપૂર્વકની મહેનતનાં કારણે સફળતા મળે છે . સફળતા મેળવનાર છાત્રોને યુનિવર્સિટીનાં સર્વે સત્તામંડળનાં સદસ્યો , કુલપતિ  પ્રો . ગીરીશભાઈ ભીમાણી , કુલસચિવ  અમિતભાઈ પારેખ વગેરે એ અભિનંદન પાઠવેલ છે . આ તાલીમ શિબીરને સફળ બનાવવા ટીમ સી.સી.ડી.સી. નાં   સુમિતભાઈ મહેતા ,   ચિરાગભાઈ તલાટીયા ,  દિપ્તીબેન ભલાણી ,   આશીષભાઈ કીડીયા ,  હીરાબેન કીડીયા ,   સોનલબેન વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.