નગરપાલીકા દ્વારા બાંધકામ અટકાવવાની નોટીસ ફટકારાઈ : જિલ્લા કલેકટર સહિત પ્રાંત અધિકારીને કરાઈ રજુઆત
હળવદ સરા રોડ પર આવેલ મેલડી માતાના મંદિર સામે ખરાવાડ વિસ્તારમાં એકી સાથે ૧૦ દુકાનો ગેરકાયદેસર રીતે ખડકી દેવાતા ચકચાર જાગી છે. જયારે બીજી તરફ આ અંગે પાલીકા ચીફ ઓફિસરે બાંધકામ અટકાવવાની નોટીસ આપવા છતાં પણ પાલીકાની નોટીસને ઘોળીને પી ગયા હોવાનું સામે આવ્યું છે .
હળવદ શહેરના સરા રોડ પર આવેલ મેલડી માતાના મંદિર સામેની ખરાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ થતું હોવા અંગેની રેતી રજુઆતમનુભાઈ રબારીએ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી તેમજ હળવદ પાલીકાને કરી હતી. જેથી નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર થતું દુકાનોનું બાંધકામ અટકાવવા નોટીસ ફટકારાઈ હતી પરંતુ નગરપાલીકાની ફટકારેલ આ નોટીસને ગેરકાયદેસર દુકાનો બનાવતા ભુમાફિયાઓ ઘોળીને પી ગયા હોવાનું સામે આવ્યું છે. જયારે આ અંગે હળવદ પાલીકા ચીફ ઓફિસર સાગર રાડિયાને પુછતા તેઓએ જણાવેલ કે, ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરનાર શખ્સોને નોટીસ ફટકારાઈ છે, અને આ બાબતની કાર્યવાહી ચાલુ છે.