• વાલીઓ માટે નવુ શૈક્ષણિક વર્ષ ખિસ્સા પર ભાર વધારનારૂ બની રહેશે

ટૂંક સમયમાં જ સ્કૂલોમાં વેકેશન પૂરુ થશે વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.જોકે વાલીઓ માટે નવુ શૈક્ષણિક વર્ષ ખિસ્સા પર ભાર વધારનારુ બની રહેશે.ખાનગી સ્કૂલોની ફીના કારણે પહેલેથી જ નાણાકીય ભાર વેઠી રહેલા વાલીઓ માટે સ્કૂલો શરુ થતા પૂર્વેની ખરીદી પણ મોંઘી બની રહી છે.

સ્કૂલ યુનિફોર્મ એ વિદ્યાર્થીની સ્કૂલની ઓળખ ધરાવે છે અત્યારે બાળકોનું વેકેશન ટૂંક સમયમાં જ ખુલવાનું છે ત્યારે માતા-પિતા બાળકો માટે યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્ટેશનરી એમ તમામ વસ્તુઓના વસ્તુને ખરીદીમાં બજારમાં નીકળ્યા છે ત્યારે બજારમાં વાલીઓને યુનિફોર્મ સ્ટેશનરી સ્કૂલબેગ બુટ મોજા સહિતના ભાવમાં વધારો જીકાયો છે ત્યારે વાલી ઉપર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે ભાવમાં 10  ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.જેનો બોજો  વાલીઓએ સહન કરવાનો રહેશે.હાલમાં બજારમાં આ તમામ વસ્તુઓની ઘરાકી નીકળી છે  પણ  મુકાબલે આ વખતે વાલીઓ વધારે ભાવ ચૂકવવા માટે મજબૂર બની રહ્યા છે. સ્કૂલોમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રોડક્ટસની સાથે સાથે સ્કૂલ વર્ધી માટેની રીક્ષાઓ અને વાનના ભાડા  ના પણ વધારો થવાનો ચર્ચા થઈ રહી છે છે.ઉલ્લેખનીય છે કે, ઉનાળુ વેકેશન ટૂંક સમયમાં પૂરું થશે છે.અને સ્કૂલો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠશે.

સ્કૂલ બેગ માટે વાલી 150 થી 200 રૂપિયા વધારે ચુકવશે

વિદ્યાર્થીઓ સ્કૂલમાં જે વસ્તુઓ વાપરે છે તેમાં કદાચ સ્કૂલ બેગ સૌથી મોંઘી પ્રોડકટ હોય છે.  200 રુપિયાની સ્કૂલબેગથી માંડીને દુકાનમાં મળતી 3000 રુપિયાની સ્કૂલ બેગ એમ 50 થી 60 પ્રકારની સ્કૂલબેગ બજારમાં ઉપલબ્ધ છે.વેપારી  કહે છે કે, જૂનો સ્ટોક હતો ત્યાં સુધી જૂના ભાવે સ્કૂલ બેગ વેચી છે પણ મટિરિયલના ભાવ વધ્યા હોવાથી સ્કૂલ બેગનો જે નવો સ્ટોક આવ્યો છે તેમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે.દરેક વાલી સરેરાશ 800 રુપિયાની કિંમતની સ્કુલ  બેગ ખરીદતો હોય છે.આમ સ્કૂલ બેગ દીઠ 150 થી 200 રુપિયા વધારે ચુકવવા પડે અને બે બાળકો હોય તો 300 થી 400 રુપિયા વધારે ચુકવવા પડે તેવી સ્થિતિ છે.સ્કૂલબેગના માર્કેટમાં બે વર્ષ બાદ ઘરાકી નીકળી છે.

યુનિફોર્મની ભાવમાં 10% સુધીનો વધારો

અબતક સાથેની વાતચીતમાં યુનિફોર્મના વેપારીએ જણાવ્યું હતું કે ભાવમાં 10 ટકા સુધીનો વધારો છે.જે યુનિફોર્મ પહેલા 600 રુપિયાનો હતો તે હવે 720 રુપિયા સુધીનો થઈ ગયો છે અને 800 રુપિયાનો યુનિફોર્મ 1000 રુપિયામાં મળે છે.જોકે 6 મહિના પહેલા સ્કૂલો શરુ કરાઈ હતી ત્યારે વાલીઓ યુનિફોર્મ લઈ ગયા હોવાથી ઘણા વાલીઓને નવી ખરીદી નહીં કરવી પડે.મોટાભાગના વાલીઓ યુનિફોર્મની બે જોડ ખરીદતા હોય છે.તેમણે 500 થી 600 રુપિયા વધારે ચુકવવા પડશે.

સ્ટેશનરીના ભાવમાં વધારો

અબતક સાથેની સ્ટેશનરી વેપારી સાથે જણાવ્યું હતું કે, નોટબૂકો 100 પાન, 200 પાન, એ-4, એ-5 એમ અલગ અલગ સાઈઝ અને અલગ અલગ પ્રકારમાં મળતી હોય છે અને એ પ્રકારે તેનો ભાવ 20 રુપિયાથી માંડીને 120 રુપિયા સુધીનો હોય છે.આ તમામ નોટબૂકોના ભાવમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.દરેક વિદ્યાર્થી દીઠ નોટબૂકોના વધેલા ભાવના કારણે 500 થી 600 રુપિયાનો બોજો આવશે.આ જ રીતે પેન્સિલ, રબર અને કલરના ભાવ પણ 20 થી 25 ટકા વધી ગયા છે.

યુનિફોર્મ અને સ્કૂલની અન્ય સામગ્રીના ભાવમાં 5% નો વધારો: ભાગ્યેશ વોરા

અબતક સાથે વાતચીત કરતા યુનિફોર્મ વિક્રેતા  ભાગ્યેશ વોરાએ જણાવ્યું કે શાળાઓ ખુલતા યુનિફોર્મ સ્ટેશનરી ખરીદી માટે વાલીઓ આવતા હોય છે .ત્યારે આ વર્ષે ને કારણે શાળા ખુલવાના સમય મોડો થયો છે  ત્યારે યુનિફોર્મ ખરીદીની  સીઝન એક મહિનાની હોય છે તે માત્ર ચાર દિવસ પૂરતી રહી ગઈ છે લોકોનો એક સાથે ઘસારો થયો છે આ વર્ષે યુનિફોન ના ભાવમાં પાંચ ટકા વધારો થયો વાલીઓ જે છેલ્લી ઘડીએ વસ્તુ લે છે તેને લીધે ઘસારો જોવા મળી રહ્યો છે અને વસ્તુ પૂરતા પ્રમાણમાં મળતી નથી.

બુટ મોજામાં પણ 10%નો ભાવ વધારો

સ્કૂલ યુનિફોર્મ ની સાથે સાથે બુટ મોજા ની પણ ખરીદી વાલીઓ કરતા હોય છે ત્યારે લખાની બાટા ગોલ્ડ કંપનીમાં પણ શૂઝમાં 10 થી 15% અને મોજમાં પણ પાંચ ટકા નો  જોવા મળ્યો છે

સ્કૂલ વાનના ભાડામાં પણ વધારો

સ્કૂલ વાન એસોસિએશન સાથે સંકળાયેલા વાન ચાલકનું  કહેવુ છે  સ્કૂલ વાન અને રીક્ષાઓ દોડશે.મોટાભાગે વાન અને રીક્ષાના રુટ બાળકોના ઘરથી 6 થી 7 કિલોમીટરના રહેતા હોય છે.આટલા રુટ માટે સ્કૂલ વાનનો ભાવ પહેલા દર મહિને 700 રુપિયા હતો.જે વધીને 900 રુપિયા થાય તેવી શક્યતા છે અને રીક્ષાનુ ભાડુ દર મહિને 500 રુપિયા રહેતુ હતુ જે વધીને 650 થી 700 રુપિયા થાય તેવી શક્યતા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.