તાઉતે વાવાઝોડુ સોમવારે રાત્રે 10:30 વાગ્યે દીવથી 20 કિ.મી. પૂર્વ દિશા તરફ ઉનામાં ટકરાયું હતું. લગભગ 100 વધુ કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. છતાં તંત્રની સતર્કતાએ જાનહાની ટળી હતી. મધરાત પછીની આગાહી કરતા 2 થી 3 કલાક અગાઉ ચક્રવાતે જમીન સ્પર્શ કર્યો હતો. આ સમયે દીવ, ઉના, અમરેલી, રાજુલા, સોમનાથ, જાફરાબાદ, વેરાવળ સહિતની વિસ્તારોમાં 150થી વધુ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાની આંખનો વિસ્તાર 7 કિ.મી.નો હતો અને વાવાઝોડાનો વ્યાપ 60 કિ.મી.નો હતો. આ સાથે વાવાઝોડાની અસર સમયે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ, ભાવનગર જિલ્લામાં વીજળી વેરણ બનતા અંધારપટ છવાયો હતો. સલામતીના ભાગરૂપે ઘણી જગ્યાએ પહેલેથી જ લાઈટો બંધ કરી દેવાઈ હતી. બીજીબાજુ વાત કરીએ તો 20 વર્ષ બાદ આવુ ખતરનાક વાવાઝોડુ સૌરાષ્ટ્રમાં ટકરાયું છે. જો કે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે અનેક તૈયારીઓ કરવામાં આવી હતી જેને લઈને કોઈ વધુ નુકશાન નથી થયું અને જાનહાની પણ ટળી ગઈ છે. તાઉતે વાવાઝોડુ હાલ બાબરા તરફ પહોંચ્યું છે. બપોર સુધીમાં આ વાવાઝોડું સુરેન્દ્રનગર ટચ કરી રાજસ્થાન તરફ ફંટાઈ જશે. ગીર સોમનાથ, ઉના, દીવમાં વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાઈ હતી. જો કે, જેને પગલે રાજકોટ, ભાવનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી.
રેસકોર્ષ રીંગ રોડ પર ઘટાટોપ વૃક્ષ ધરાશાયી
તોકતે વાવાઝોડાના કારણે તેજ ગતિ સાથે પવન ફૂંકાતા રેસકોર્ષ રીંગ રોડ પર ઘટાટોપ વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો માર્ગ બંધ થતા કોર્પોરેશન દ્વારા જેસીબીની મદદથી તુટી પડેલા વૃક્ષને દૂર કરી માર્ગ ક્લિયર કરાવ્યો હતો. (તસવીર: કરન વાડોલીયા)
તાલાલાના ઘુંસિયા ગામે વૃંદાવન ગીર ગૌશાળાની દિવાલો ધરાશાયી થઈ છે. ભયાનક વાવાઝોડાને કારણે દુકાન-મકાનોનાં પતરા ઉડી ગયા હતા. તો તાલુકાના ખેડુતોનો કેરીના પાકનો સોથ વળી ગયો છે.
(તસવીર: રામસિંહ મોરી સુત્રાપાડા)
બાપા સીતારામ ગૌશાળાના છાપરા ઉડ્યાં; ગાયોને અન્ય વાડામાં ખસેડાઈ
તાઉતે વાવાઝોડાની અસર રાજકોટમાં પણ જોવા મળી હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થયા હતા ત્યારે રાજકોટની બાપા સીતારામ ગૌશાળા કે જેમાં 100 જેટલી ગાયો છે. ભારે પવનના કારણે ગૌશાળાના રોડના છાપરા ઉડ્યા હતા. જેના કારણે ગાયોને તુરંત જ બીજા વાળામાં ખસેડવામાં આવી હતી. ઉપરાંત ગાયો માટે રાખેલ નિરણ વ્યવસ્થિત ઢાંકેલ હોવાથી બચાવી શકાયું હતું. (તસવીર: ગોપાલ ચૌહાણ)
ઉનામાં ભારે વાવાઝોડાના કારણે મોબાઈલ ટાવરના 3 ટુકડા થઈ ગયા
ઉનામાં વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન કર્યું હતુ. પવનોની ઝડપ એટલી વધુ હતીકે, મકાનોમાં છાંપરા ઉડયા હતા ભારે પવનના કારણે ઉનામાં મોબાઈલ ટાવર પહેલા ઝુકી ગયો હતો અને પછી ધરાશાયી થઈ ગયો હતો. ટાવરના ત્રણ ટુકડા થઈ ગયા હતા. (તસવીર: ચિંતન ગઢીયા)
માંગરોળ નજીક ચોરવાડમાં બે માળના બિલ્ડીંગ પર નારીયેલનુ ઝાડ પડતા મકાનમાં નુકાન થયું છે.
(તસવીર: નિતીન પરમાર, માંગરોળ)
ગોંડલમાં વાવાઝોડાની અસર વર્તાઇ તોતીગ વૃક્ષો ધરાશાયી, વિજપુરવઠો બંધ
અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
ગોંડલ શહેર પંથકમાં વાવાઝોડા ની અસર જોવા મળી છે. શહેર તાલુકાના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વિજપોલ ધરાશાય થયા હતા પરિણામે મોડી રાત થીજ વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો પીજીવીસીએલ બે કોન્ટ્રાક્ટરની ટોમો અને 21 થી વધુ કર્મચારીઓ સહિત નો સ્ટાફ વિજપોલ ઉભા કરવા તેમજ વાયર ને જોઈન્ટ આપવાના કામે લાગી ગયો હતો. વાવાઝોડાની સંભવિત વે ના 10 કીમી ની ત્રિજ્યા માં આવતા ગોંડલ તાલુકાના દડવા, દેરડી, ધરાડા, કરમાર કોટડા, કેશવાળા, મોટી ખીલોરી, પાટખીલોરી, રાવણા અને વાસાવડ સહિત ના ગામો માં પણ ખાના ખરાબી સર્જાઈ હતી સદનસીબે જાનહાનિ ટળી છે.શહેરમાં પેલેસ રોડ,હોસ્પિટલ રોડ,સૈનિક સોસાયટી સહિત વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થયાં છે.ઠેરઠેર વિજ તાર તુટતાં પીજીવીસીએલ દ્વારા વિજ પુરવઠો બંધ કરાયો છે.સેનીટેશન ચેરમેન હંસાબેન માધડ અને ઇન્પેકટર કેતન મકવાણા ની આગેવાની હેઠળ રાત થી જ સેનીટેશન સ્ટાફ શહેરભરમાં સ્ટેન્ડ ટુ રખાયો છે.યુવા અગ્રણી ગણેશભાઇ જાડેજા અને તેની ટીમ દ્વારા શહેર નાં નિચાણવાળા વિસ્તારોનાં લોકો ને સલામત સ્થળે ખસેડી ભોજન સહિત વ્યવસ્થા કરાઇ છે તો નદી કાંઠે આવેલ બાલાશ્રમ નાં આશ્રિતો ને ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ દ્વારા ટાઉનહોલમાં ખસેડી ભોજન સહિત વ્યવસ્થા કરાઇ છે.
જસદણમાં વાવાઝોડાએ વેપારીઓએ કરેલ છાંયડાનું કાપડ પણ ચિરી નાખ્યું
જસદણમાં વાવાઝોડાએ શહેરીજનોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ત્યારે જસદણની મેઇન બજારમાં વેપારીઓએ કરેલ છાંયડાનું કાપડ વાવાઝોડાએ રીતસરનું ચિરી નાંખતા સવારે છાંયડાનું કાપડ કાઢવા ભારે મથામણ કરવી પડી હતી. સૌરાષ્ટ્રમાં તાઉતેએ ભારે ખાનખરાબી સર્જી છે ત્યારે જસદણ વિંછીયા પંથકમાં દરેક ગામોમાં થોડી નુકશાની થઇ છે પરંતુ કોઇ જાનહાની સર્જાય એવાં કોઇ વાવડ નથી આ લખાય છે ત્યારે જસદણમાં રાત્રીના બંધ થયેલો વીજ પૂરવઠો હજુ સુધી ચાલુ થયો નથી. (તસવીર: હિતેષ ગોસાઈ, જસદણ)
ઉનામાં વૃક્ષ ધરાશાહી થતાં કારમાં નુકશાન
તૌકતે વાવાઝોડુ ગતરાતે ઉના ખાતે તેજ પવન અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા પ્રસ્તુત તસ્વીરમાં ધરાશાયી થયેલા વૃક્ષના કારણે પાર્ક કરાવેલી કારમાં નુકશાન થયું હતું. (તસવીર:- ચિંતન ગઢીયા – ઉના)
સોમનાથમાં વૃક્ષો ધરાશાયી
સોમનાથમાં તાઉતે વાવાઝોડાએ તબાહી સર્જાઈ હતી. જેમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે ઘણા રોડ પણ બ્લોક થઈ ગયા હતા. આ ઉપરાંત ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં ખાનાખરાબી પણ સર્જાઈ હતી. (તસવીર: જયેશ પરમાર)
તાઉતે વાવાઝોડાની જૂનાગઢ સાહિતના વિસ્તારમા પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. ત્યારે જૂનાગઢના ધરનાગરના યોગીદ્વાર ગેટ ઉપર લગાવેલી સિંહની પ્રતિમા ભારે પવનના કારણે ધરાસાહિ થઈ હતી. વાવાઝોડાના પ્રકોપને લઈ જાફરાબાદ અને અજુબાજુના વિસ્તારમાં ભારે પવન સાથે આખી રાત વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પવનના કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાસાય થયા હતા.
તૌકતે વાવાઝોડુ ગતરાતે ઉના ખાતે તેજ પવન અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા પ્રસ્તુત તસ્વીરમાં ધરાશાયી થયેલા વૃક્ષના કારણે પાર્ક કરાવેલી કારમાં નુકશાન થયું હતું. (તસવીર:- ચિંતન ગઢીયા – ઉના)
કોડીનાર પંથકમાં વાવાઝોડાની અસરના પગલે તોફાની પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાઈ થયા હતા.
(તસવીર: અબ્બાજાન નકવી-કોડીનાર)
તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ને ધમરોળ્યું છે. ત્યારે વલસાડના ઉમરગામમાં પણ વાવઝોડાની અસર જોવા મળી હતી. ઉમરગામ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ભારે પવનના કારણે રસ્તા પર લગાવેલા હોર્ડિંગ બોર્ડ પડી ગયા હતા. તેમજ વિજપોલ પણ ઝૂકી ગયા હતા. ઝૂપડપટ્ટીઓ ભારે પવનના કારણે વેર વિખેર થઇ હતી.
સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડું દિવના વણાકબારા માંથી પ્રવેશ્યુ હતું. જેને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના દરિયાકિનારો પર વવાઝોડાનો કરંટ જોવા મળ્યો હતો. ત્યારે કોડીનારના દરિયા કિનારે પણ તાઉતે વાવઝોડાનો કરંટ જોવા મળ્યો હતો. જેને કારણે દરિયામાં મસ મોટા મોજા ઉછળીયા હતા. સાથેજ ભારે પવનના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયુ છે. આંબા પરની કેરીઓ ખરી પડી હતી.
બગસરા પંથકમાં વાવાઝોડા સાથે મેઘ તાંડવ
બગસરા પંથકમાં વાવાઝોડા સાથે મેઘતાંડવ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અનેક લોકોના સ્થળાંતર કરાયા (તસવીર: સમીર વિરાણી)