ડાબા હાથેથી કાર્ય કરતી વખતે લગભગ હજાર વખત એક સવાલનો સામનો કરવાનો થયો અને એ છે કે ડાબા હાથે કોઈ કામ થોડું કરાય? ઘણીવખત શુભ કાર્યમાં પણ રોકટોકનો ભોગ બનવું પડતું. ડાબા હાથે જમતી વખતે પણ ઘણી ટીકાઓ અને પ્રશ્નોનો સામનો કરવો પડતો કે ઘરેથી માતા પિતાએ કઈ શીખવ્યું નહી હોય, કઈ કામના નથી વગેરે. પણ ડાબા હાથે કામ કરવું, લખવું, ભોજન કરવું એ અપરાધ નથી પણ એક અનન્ય અને અજોડ બાબત છે. જેમ જમણો હાથ શરીરનું અંગ છે તેમ ડાબો હાથ પણ શરીરનું અંગ છે.
શા માટે તમે તમારા ડાબા હાથનો ઉપયોગ ખાવા પીવા માટે કરો છો? જે ખરાબ બાળકો છે તે જ ડાબા હાથનો ઉપયોગ કરે છે. બાળપણમાં પણ ઘણીવાર જોવા મળે છે માતા-પિતા ડાબા હાથે કામ કરવાની ના પાડી દે છે. તેઓ કહે છે કે ડાબા હાથે કામ કરવું શુભ નથી. ઘણી વખત, આ દબાણ હેઠળ, બાળકોને ડાબો હાથ વધુ સક્રિય હોવા છતાં પણ જમણા હાથથી કામ કરવાની ફરજ પડે છે.
13 ઓગસ્ટ એ વિશ્વભરમાં વર્લ્ડ લેફ્ટ હેન્ડર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એક લેફ હેન્ડર્સ તરીકે લેફ્ટ હેન્ડર લોકોની ખાસિયત અને અનુભવતી બાબતો વિશે જોઈએ. એક રિસર્ચ અનુસાર વિશ્વભરમાં લગભગ દશ ટકા લોકો ડાબોડી હોય છે.
ડાબોડી પણ અલગ વ્યક્તિત્વ ધરાવતા હોય છે
આપણી ભારતીય સંસ્કૃતિમાં નાનપણથી જ માતા-પિતા પોતાના બાળકોમાં સારા સંસ્કાર કેળવવાનો પ્રયાસ કરે છે. બાળકો સારું જ્ઞાન મેળવીને ભવિષ્યમાં વધુ સારા વ્યક્તિ બની શકે છે, આ માતા-પિતાનો પ્રયાસ છે. તેથી જ તેઓ તેમના દ્વારા કરવામાં આવેલ એક પણ ખોટા કૃત્યને વહેલી તકે સુધારવા માંગે છે, કારણ કે બાળપણમાં બનેલી આદતો યુવાનીમાં પીછો છોડતી નથી.ઘણા સંસોધનો દ્વારા સાબિત થયું છે કે ડાબાહાથથી કામ કરનાર લોકો જેને ડાબોડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓનું વિચારવાનું સ્તર ઊંચું હોય છે. એક રિસર્ચ અનુસાર, આઈક્યુ ટેસ્ટમાં સફળ થનારા લોકોની યાદીમાં ડાબોડી લોકો સૌથી વધુ હતા.સંશોધકોનું માનવું છે કે ડાબા હાથના લોકોમાં અન્ય લોકો કરતા અલગ દ્રષ્ટિકોણથી વસ્તુઓ જોવાની ક્ષમતા હોય છે.
વિષય ગમે તે હોય, તેને અલગ જ સાર કે દિશા આપવાની તેમની આદત છે, જેને જોઈને લોકો પણ દંગ રહી જાય છે. ડાબા હાથની મહિલાઓની એક ગુણવત્તા એક રિસર્ચમાં જાણવા જેવી છે, જે પુરુષોમાં પણ ઓછી જોવા મળે છે. એક રિસર્ચ મુજબ ડાબા હાથની મહિલાઓ એક જ સમયે અનેક કામ કરી શકે છે. આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તેઓ બેલેન્સ કરવા માટે બંને હાથનો ઉપયોગ કરે છે. ડાબોડીના અક્ષરો પણ સુંદર અને સારા થતા હોય છે. એક રીસર્ચ અનુસાર ડાબોડી લોકોમાં દ્રષ્ટિ સંવેદન વધુ હોય છે, તેમની માનસિક પ્રતિમા બનાવવાની શૈલી સારી હોય છે, તેમની સ્વાદ સંવેદના પણ સારી હોય છે.’
એક ડાબોડી વ્યક્તિએ સામનો કરવા પડતા પ્રશ્નો
ઘણીવાર જોયું હશે કે, જો કોઈ બાળક તેના માતા-પિતા કે વડીલોની સામે ડાબા હાથે જમતું હોય તો તેને ઠપકો મળે છે અને તે પછી તેને તેના જમણા હાથનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તેને સમજાવવામાં આવે છે કે ડાબા હાથનો ઉપયોગ કરવો ખોટું છે. વિવિધ માન્યતાઓ પણ જમણા હાથને બદલે ડાબા હાથનો ઉપયોગ કરવાની મનાઈ કરે છે. ઘણા શાસ્ત્રોમાં હંમેશા જમણા હાથને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જમણા હાથને શુભ અને ડાબા હાથને અશુભ માનવામાં આવે છે.
બીજા કરતા અલગ છો, શિક્ષકો પણ ઘણી વખત ખિજાય,
સગા સબંધીઓ વિવિધ વાતો કરી મન દુભવે ક્યારેક મજાકનું પાત્ર બનાવવામાં આવે, ડાબોડી વ્યક્તિને જમવા અને બેંચ પર બેસવામાં તકલીફ પડે કારણકે વ્યવસ્થા બધી જમણા હાથના લોકોને ફાવે તેમ જ હોય., બુદ્ધિ ઓછી છે એટલે ડાબોડી છે, શુકનના અમુક કામો ન કરવા દે, સાસરેથી પાછા આવશો અથવા સાસુ ખીજાશે, પરિક્ષામાં લખવામાં તકલીફ પડે
ડાબા હાથે કામ કરનાર વધુ ચોકસાઈ ધરાવતા હોય છે
એક રીસર્ચ અનુસાર ડાબા હાથે કામ કરનાર વધુ ચોકસાઈ ધરાવતા હોય છે . ડાબા હાથે લખનારા લોકોમાં મધર ટેરેસા, બરાક ઓબામા, સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, રતન ટાટા, બરાક ઓબામા, ફિલ્મ નિર્માતા અને અભિનેતા રજનીકાંત અને એન્જેલિના જોલીનો સમાવેશ થાય છે.આમ વિશ્વના ઘણા ખ્યાતનામ લોકોપણ ડાબોડી છે જેણે પોતાનું એક અલગ અસ્તિત્વ અને ઓળખ ઉભી કરી છે. આમ તમારું બાળક જો ડાબોડી હોય તો એ કોઈ શરમ અનુભવવાની વાત નથી
આનુવંશિકતાનો સિદ્ધાંત કામ કરે છે (જીનેટિક થીયરી)
અમુક મનોચિકિત્સકના અનુસાર, બાળક કયા હાથનો ઉપયોગ કરશે તે માતાના પેટમાં જ નક્કી થાય છે. ઘણા સંશોધનોમાં પણ આ સાબિત થયું છે. બાળકને તેના માતાપિતા પાસેથી ચોક્કસ પ્રકારનું જનીન વારસામાં મળે છે, જેના કારણે બાળક ડાબોડી અથવા ડાબો હાથ બને છે. વિજ્ઞાનીઓનું સંશોધન કહે છે કે આપણે કયા હાથથી લખીએ છીએ, તે સંપૂર્ણપણે આપણા જીન્સ પર નિર્ભર કરે છે. દરેક જનીનમાં મ્યુટેશન થાય છે અને જો વધુ મ્યુટેશન હાથની એક બાજુ હોય તો વ્યક્તિ તેની સાથે કામ કરવાનું અને લખવાનું શરૂ કરે છે. જે લોકો ડાબા હાથથી લખે છે તેમની જમણી બાજુએ વધુ જનીન પરિવર્તન થાય છે. કેટલાક અભ્યાસોમાં એ સાબિત થયું છે કે કોઈ વ્યક્તિ જમણો છે કે ડાબો હાથ છે તે માતાના ગર્ભમાં જ નક્કી થાય છે. તેને તેના માતા-પિતા પાસેથી ચોક્કસ પ્રકારનું જનીન વારસામાં મળ્યું હશે. તેને લેફ્ટ હેન્ડ જીન કહી શકાય. જો કે, આ જીન પાછળના કારણો શું છે, તેના પર હજુ સંશોધન ચાલી રહ્યું છે.