રોકડ, જીપ, બાઈક અને મોબાઈલ મળી રૂ.૩.૧૭ લાખનો મુદામાલ કબજે
ભુજના રતિયા ગામની સીમમાં આવેલા ભંગ તળાવ પાસે ભેંસના વાડા પાસે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ૧૦ શખ્સોને રૂ.૮૦,૧૬૦ની રોકડ અને જીપ, મોટર સાયકલ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩.૧૭ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. એલસીબીએ માનકૂવા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અહીં ખાખી વરદીની જ મીઠી નજરતળે લાંબા સમયથી જુગારધામ ચાલતું હતું. એલસીબીના પોલીસ ઈન્સ્પેકટર જે.એન.પંચાલ, એસ.જે.રાણા, એ.એસ.આઈ નરેન્દ્ર જયદ્રથ યાદવ, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ઝાલા, વિજયભાઈ ધાંધર, પો.કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, સામતાભાઈ પટેલ, મહિપાલસિંહ જાડેજા, શીવરાજસિંહ રાણા, મયુરસિંહ ઝાલા, વિજયભાઈ બરબસીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રકાત કટારા વગેરે સ્ટાફે દરોડો પાડયો હતો.
જુગાર રમતા ભુજના કાદર નુરમામદ બાફણ (રહે.દાદુપીર રોડ, શેખ ફળીયું), યમનશા જમાલશા શેખ, જતીન ઉર્ફે લાલો હરજીવન કટ્ટા સોની (પ્રમુખસ્વામીનગર), જુસબ રસુલ મીયાણા, સિધિક સાલેમામદ કુંભાર (શાંતિનગર, કુંભારવાસ), અબ્બાસ મામદશા શેખ (તુલસીમીલ પાછળ), ચેતન મનસુખ પરમાર (જેષ્ઠાનગર), સૌમીર ઉર્ફે સમીર ભચાયા નોડે (રતીફા યાટક મદ્રેસાની બાજુમાં), હનીફ જુમા ગગડા (રહે.શેખ ફળીયું), મુસ્તફા હાજી મુણીયાર (મુસ્તુફાનગર) નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૮૦,૧૬૦, રૂ.૨૭ હજારના ૧૨ મોબાઈલ, ૧ લાખની જીપ, રૂ.૧.૧૦ લાખના પાંચ બાઈક મળી કુલ રૂ.૩.૧૭ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,