ભારતીય કોસ્ટ ગાર્ડ અને એ.ટી.એસ. ટીમે 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે પકડી પાડયા’તા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી આંતર રાષ્ટ્રીય જળ સીમા પાસેથી બે દિવસ પહેલા 6 પિસ્તોલ અને 1ર મેગેઝીન અને 1ર0 ગોળી સાથે નીકળેલા 10 પાકિસ્તાનીને એ.ટી.એસ. ની ટીમ તથા કોસ્ટ ગાર્ડ દ્વારા બહાદુરીપૂર્વક પકડીને ર80 કરોડનું ડ્રગ્સ ભારતમાં ઘુસાડતા પહેલા જ પકડી પડાયું હતું. આ આરોપીઓમાંથી સૌ પ્રથમ કોસ્ટ ગાર્ડની અરિજય બોટમાં 6 પાકિસ્તાનીને લાવવામાં આવેલા તે પછી ડ્રગ્સ લાવવામાં વપયારેલી તથા કરાંચીમાં રજીસ્ટર્ડ થયેલી અલ સોહેલી બોટને અન્ય બોટ સાથે ટોચીંગ કરીને ઓખા પહોચાડાયેલ તથા અન્ય ચાર પાકિસ્તાનીને પણ ઓખા લાવવામાં આવ્યા હતા.
જયાં એ.ટી.એસ.ના તથા અન્ય એજન્સીઓના ટોચના અધિકારીઓ દ્વારા સઘન પુછપરછ કરવામાં આવી હતી. તે પછી ગઇકાલે મોડી રાત્રે આ તમામ આરોપીઓ ઇસ્માલ સફરા કાદીર બક્ષ, આદમ અલી ગોહટ બક્ષ વિ.ને ઓખા ન્યાયાધીશના નિવાસ સ્થાને રજુ કરીને બાર દિવસના રીમાન્ડ તા. 10-1-23 સુધીના મંજુર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના હાજી સલીમ બ્લોચનો આ 280 કરોડનો જથ્થો લઇને. નીકળેલા હતા. દશ પાકિસ્તાની ગુજરાતમાં કયાં દરીયા કાંઠે કોની સાથે સેટીંગ કરીને ત્યાં માલ ઉતારવાના હતા. ત્યાંથી માલ કયાં કયાં લઇ જવાનો હતો. નાણાકીય વ્યવસ્થામાં કોણ મદદરુપ થવાનું હતું. આ પહેલા આ શખ્સો આવી રીતે ડ્રગ્સની હેરાફેરી કેટલીવાર કયાં કયાં કરી હતી. ભારતના કોણ વ્યકિત તેની મદદમાં છે.
કયા મોબાઇલ નંબર પર જાણ કરવાની હતી. કયા સ્થળે ભેગા થશુ તેની તપાસ પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઉતારી છે ત્યાં થી ભારતના અન્ય વિસ્તારોમાં મોકલવાના નેટવર્કમાં કોણ કોણ સામેલ છે. તેમના મોબાઇલ નંબરો લોકેશન , આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી હોય પાકિસ્તાન સિવાયના કોઇ વ્યકિત અન્ય દેશના પણ આમાં જોડાયેલા છે કે કેમ વિ. બાબતે રીમાંડ દરમ્યાન ઉંડી તપાસ હાથ ધરવામાં આવનાર છે.