શુદ્ધતાનો ભરોસો ક્યાં?
હની એટલે કે મધનું સેવન કરનારા તમામ લોકો સાવધાન થઇ જવાની જરૂરું છે. કારણ કે મધ બનાવનારી ૧૦ કંપનીઓની મધમાં મિલાવટ મળતા હાહાકાર મચ્યો છે. ૧૦ મોટી કંપનીઓના મધનું સેમ્પલ ફેઈલ જતા ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
ડાબર, પંતજલિ, વૈધનાથ, ઝંડુ, હિતકારી અને એપિસ હિમાલય આ ટેસ્ટમાં ફેઇલ થયા છે જ્યારે ૧૩ બ્રાંડમાં માત્ર ૩ સફોલા, માર્કપેડ સોહના, નેચર્સ નેક્ટર તમામ પરિક્ષણમાં પાસ થયા છે. ભારતથી નિકાસ થતાં મધનું એનએમઆર પરિક્ષણ ૧ ઓગસ્ટથી ફરજિયાત છે.
એનએમઆર એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક એસોનાન્સ લેબના રિપોર્ટનો અહેવાલ ડાબરની વેબ સાઈટ પર મુકાયો છે. અમે ઉપભોક્તાને જાગૃત કરવા માગીએ છીએ કે આ કોઈ લેબોરેટરીનો અહેવાલ નથી જેમાં માહિતીના નિષ્ણાંત અર્થઘટન શામેલ છે.
મધના નવા માપદંડ
– મધમાં ફ્રુકટોઝ અને ગ્લુકોઝના સંદર્ભમાં પહેલા અધિનિયમમાં કોઈ મર્યાદા નથી. તેના કારણે મધમાં બહારથી ફ્રુકટોઝ મિક્સ કરવામા આવતુ હતુજેનાથી મધ જામતુ ન હતું.
– મધમાં થતા કોઈ પ્રકારના મિક્સીંગને માલૂમ કરવા માટે એક નવો માપદંડ એટલે કે ૧૩ સી (કાર્બન ૧૩) ટેસ્ટને એડ કરવામાં આવ્યો છે.
– નવા અધિનિયમમાં એક નવા માપદંડ ડાયસ્ટેટને પણ લાવવામાં આવ્યો છે.
– ડાયસ્ટેસથી એ માલૂમ પડે છે કે, મધમાં મધમાખીના લારનો ઉપયોગ થયો છે કે તેને કોઈ ફેક્ટરીમાં મિક્સ કરીને બનાવવામાં આવ્યું છે.