શ્રી ગોપાલ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, રાજકોટ તથા આભિર સેન્ટર ફોર એકસલન્સ, અમદાવાદ દ્વારા આયોજીત નવનિયુકત અધિકારીશ્રીનો સન્માન સમારંભ સામાજિક, શૈક્ષણિક અને પછાત વર્ગોના રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે આવેલી ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહિરે જીપીએસસી પરીક્ષા પાસ કરી રાજય સરકારમાં નવનિયુકત દસ ભરવાડ સમાજના અધિકારીઓનું સન્માન કરી અભિંનદન પાઠવ્યા હતા. આ અધિકારીઓને સમાજના અન્ય લોકોને પણ સાથ અને સહકાર આપતા રહેવા અનુરોધ કર્યો હતો.મંત્રી એ ઉપસ્થિત ભરવાડ સમાજ અને સમાજની વિધાર્થિનીઓને જણાવ્યુ હતું કે શિક્ષણ વગર માણસ વિકાસ સાધી શકતો નથી. શિક્ષણ માટે સમાજે જે કંઇ પણ કરવું પડે તે કરવુ જોઇએ. રાજય સરકાર દ્વારા પણ ઉચ્ચ શિક્ષણ માટે લાખો રૂપિયા ફાળવાય છે. એક પરિવારમા કોઇ એક વ્યકિત પણ જો શિક્ષિત હશે તો આ પરિવાર સુખી થશે.ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહયુ હતું કે, સમાજની પ્રગતિ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે કહયુ હતું કે આપણા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલી પ્રગતિથી આનંદની લાગણી અનુભવુ છું. ગોપાલક ગર્લ્સ હોસ્ટેલના સંચાલક વિનુભાઇ ટોળિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. મહેમાનોનું શાબ્દીક સ્વાગત ખેંગારભાઈ રાણગાએ કર્યુ હતું.
આ પ્રસંગે પરબધામના સંતશ્રી રાજેન્દ્દદાસ બાપુ, નગરસેવક અનિલભાઇ રાઠોડ, પીએસઆઇ રાજેશ કાનનિયા, નિવૃત જજ ગમારા, ભરવાડ સમાજ અગ્રણી સર્વ ગોરધનભાઇ સરાસિયા, મનોજભાઇ ગમારા, દિનેશભાઇ ટોળિયા, કરણાભાઇ માલધારી,ડો.જીવણભાઈ ડાંગર, જયેસભાઈ ગોલતર, હીરાભાઈ બાંભવા, કે.કે.ભરવાડ,સહિતના અગ્રણી ઓ ઉપસ્થિત રહયા હતા. આ સન્માન સમારોહ ની આભારવિધી મનોજભાઇ ગમારાએ કરી હતી.સમારોહમાં સમાજનાં શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ,પત્રકારો ઉપસ્થિત રહયા હતાં.