રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબકકાનો  પ્રારંભ કરવામાં આવ્યો છે. પાણીના સંગ્રહ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા લોક સહયોગથી અભિયાન ચાલી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં જિલ્લા  ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા  મનરેગા હેઠળ તળાવ ઉંડા ઉતારવાના 10 કામો જસદણ અને વીંછીયા તાલુકાના બળધોઇ, પારેવાળા, બાબલવડ, કાળાસર,  પોલારપર, ઓરી,ભોયરા,  મોઢુકા, હિંગોળગઢ અને અજમેર હાથ ધરવામાં આવ્યા છે. 46 લાખના કામો થકી 20,545 માનવદીન રોજગારી પ્રાપ્ત થશે શ્રમિકોને ગામમાં કામ મળશે. અને ચોમાસાના પાણીનો સંગ્રહ થશે. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં 155 અને 125 મળી કુલ 276 શ્રમિકોને રોજગારી મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.