ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં બીજા માળે સીએમટીસી સેન્ટર આવેલું છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં બીજા માળે સીએમટીસી સેન્ટર આવ્યું છે. તેમાં ૦ થી ૫ વર્ષ સુધીના કુપોષીત બાળકોને ૧૪ દિવસ સુધી રાખવામાં આવે છે. તેમનું જમવાનું દવા વગેરેનું ડાયેટ કરવામાં આવે છે.
આ ઉપરાંત ૧૪ દિવસના ‚.૧૪૦૦ અને ૨૦૦ ‚. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લેવામાં આવે છે. તેમજ વજનનું દરરોજ મોનીટરીંગ કરીને દરેક બાળકને કુપોષિતમાંથી બહાર લઇ આવવામાં આવે છે. તેમજ દરેક બાળકનું હોસ્પિટલમાં તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કરીને જો કોઇ રોગ હોય તો તેની સારવાર પણ આપવામાં આવે છે.
ધોરાજી પ્રાંત અધિકારી તુષાર જોષી દ્વારા ગત અઠવાડીયામાં પ્રાંત ખાતે ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા તાલુકાના આઇસીડીસી અને હેલ્થની સંયુક્ત મીટીંગ કરી કુપોષીત બાળકોને સીએમટીસી ખાતે દાખલ કરવાને સુચના આપી હતી.
તે અંતર્ગત ધોરાજી સીએમટીસી ખાતે કુલ ૧૦ બાળકો દાખલ થયેલ અને પ્રાંત અધિકાર દ્વારા સ્થળ મુલાકાત કરીને બાળકો તેમજ વાલીને સીએમટીસીની સેવાઓ વિશે માહિતગાર કરેલ અને આ તકે સીએમટીસી કામગીરી તેમજ કુપોષણમુક્ત અભિયાન સફળ બનાવવા પ્રયાસ કરાય હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,