માણસ હોય કે પ્રાણી પ્રેમ બધાને થાય છે અને લોકો તો પ્રેમ માટે કેટકેટલું કરી દેતા હોય છે પરંતુ અહીં આપણે આવાજ એક પ્રેમીની વાત કરવાના છીએ જ એક કાચબો છે. ફ્રેડી નામનો આ કાચબો પોતાની પ્રેમીકા એસ્ટ્રિડને લાંબા સમયથી મળી શક્યો ન હતો. એસ્ટ્રિડ એક ચકલી ઘરમાં બંધ હતી માટે તે તેને મળવા માટે ખૂબ જ તડપ્યો હતો. માટે એક દિવસ ફ્રેડીથી રહેવાણુ નહીં અને પોતાના માલિકની ગેર હાજરીમાં જ પોતાની પ્રેમિકાને મળવા માટે ચાલી નિકળ્યો.
કહેવાય છે કે પ્રેમ માણસને કઇ પણ કરી બેસવા મજબુર કરી દે છે પરંતુ ફક્ત માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ પ્રેમની દુનિયાનું સન્માન કરે છે. માટે જ ફ્રેડીએ ૨૪ કલાકમાં ૧૦ કિ.મી.ની દુરી પ્રેમિકાને મળવા માટે કાપી છે. તેની માલકીન મિસ સ્ટેશનનું કહેવું છે કે ફ્રેડી ત્યાં લગભગ ૫૦ વર્ષથી રહે છે, જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે ફ્રેડી હાજર ન હતો તેને ગોતવા તેમણે સોશિયલ મિડિયાનો સહારો પણ લીધો હતો, તેવામાં એક દિવસ તેમને ફોન કોલ આવ્યો છે ફ્રેડીએ ચકલીઘરમાં મૌજુદ છે. જ્યાં તેની પ્રેમિકા એસ્ટ્રિડ રહે છે.