- છકડો રિક્ષામાંથી મુસાફરો ફંગોળાતા ગંભીર રીતે ઘવાયા
- મહિલા દર્દીને ડાયાલીસીસ કરાવવા જતા નડ્યો જીવલેણ અકસ્માતમાં નડેલા એક સાથે દસના મોતથી અરેરાટી
- અકસ્માતમાં મૃતકના પરિવારને રૂા.4 લાખ અને ઇજાગ્રસ્તને રૂા.50 હજાર સહાય ચુકવાશે
વડોદરાનો પરિવાર છકડો રિક્ષામાં કપુરાય મહિલાના ડાયાલીસીસ કરાવવા જતા હતા ત્યારે ક્ધટેનર સાથે ધડાકાભેર અથડાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જીવલેણ અકસ્માત સર્જનાર કાળ મુખા ક્ધટેનર એક સાથે દસને કચડી નાખ્યા બાદ એરફોર્સથી દિવાલ સાથે અથડાયા બાદ અટક્યો હતો.
અકસ્માતના બનાવની જાણ થતા વડોદરા રૂરલ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. એક જ પરિવારની દસ વ્યક્તિના હૃદ્ય ફાંટ રૂદનથી અરેરાટી સાથે કરૂણતા ભર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકના પરિવારને રૂા.4 લાખ અને ઘવાયેલાઓને રૂા.50 હજાર ચૂકવાશે તેમ જણાવ્યું છે.
શહેરમાં આજે બપોરે 1ર વાગ્યા આસપાસ એરફોર્સ બ્રીજ નજીક સામેથી આવી રહેલા છકડો રીક્ષા ક્ધટેનર ટ્રેલર ટ્રકની ઠોકરે ચડતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યકિત મોત નીપજ્યા છે.
ક્ધટેનર ટ્રક ચાલકે કારને બચાવવા ટ્રકને રોંગ સાઇડમાં લીધેલો તે સમયે સામેથી આવી રહેલ એક શટલ રીક્ષા સાથે અથડાયા જીવલેણ અકસ્માત બાદ ટ્રક એરફોર્સની દિવાલ સાથે અથડાયો હતો.
અકસ્માતમાં રીક્ષામાં 13 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા જે પૈકી ત્રણનાં ઘટના સ્થળે મોત નિપજેલ તેમજ 9-10 જેટલા ઇજાગ્રસ્તોને વડોદરાની સરકારી (એસ.જી) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમ્યાન અકસ્માતમાં ઘવાયેલ પૈકી અન્ય 8 વ્યકિત મોત નીપજ્યા છે.
વડોદરા શહેરમાં બપોરે ગોઝારો અકસ્માત સર્જાતા ઉચ્ચ વહિવટી ત્થા પોલીસ અમલદારોએ ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતકોની ઓળખ મેળવવા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તથા પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૃતક 10 પૈકી પાંચ વ્યકિતની તંત્ર દ્વારા ઓળખ કરવામાં આવેલ છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર સવીતાબેન બારીયા વાઘોડીયા ખાતે ડાયાલીસીઝ માટે જતા હતા ત્યારે ડાયાલીસીઝ માટે પોતાનાં કાકાજી સસરા સાથે હોસ્પીટલે વાઘોડીયા પહોંચે તે પહેલા જ રસ્તામાં કાળ ભેટતા બંનેનાં ઘટના સ્થળે જ મોત નીપજયા હતા.
અકસ્માત સર્જાતા રીક્ષાનો બુકડો બોલી જતા ઇજાગ્રસ્તો તેમજ મૃતકોને બહાર કાઢવા રીક્ષાનાં પતરા કાપવા પડયા હતા. અકસ્માતનાં સ્થળે લોકોનાં ટોળા એકત્ર થઇ જવા પામેલ હતા.
ક્ધટેનર ટ્રક- રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કપુરાય તરફ જઇ રહેલ રીક્ષામાં 13- 14 મુસાફરો હોવાનો અંદાજ સેવાય છે. અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાન વિરપાલસિંહ સુરેન્દ્રસિંહ ચાવડાનુ પણ મોત નીપજેલ છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર સવીતાબેન બારીયાની પુત્રીનાં દિવાળી બાદ લગ્ન યોજાનાર હતા તેમજ રીક્ષા ચાલક યુવાનનાં પણ લગ્ન સંદર્ભે પરીવાર દ્વારા વાતચીત ચાલતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે અકસ્માતમાં મૃત્યુ પામનાર રીક્ષા ચાલક વિરપાલસિંહનો એક ભાઇ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલ હતો.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરનાં દરજીપુરા નજીક એરફોર્સ સ્ટેશન પાસેનાં બ્રીજ પાસે સુરત તરફથી આવી રહેલ જીજે 16 સીએન ર730 ફોર્ડ કારને બચાવવા જતા ક્ધટેનર ડીવાઇડર ક્રોસ કરી સામેનાં માર્ગ પર જઇ ચડતા સામેથી આવી રહેલ કપુરાય તરફ જતી છકડો રીક્ષાને ઠોકરે ચડાવી ટ્રક એરફોર્સ સ્ટેશનની દિવાલનાં ઘુસી ગયેલ તેમજ અકસ્માત સર્જાર્તા રીક્ષા પણ ઢસડાયને રોડની એક બાજુ તરફ ઉતરી જવા પામેલ હતી.
અકસ્માત સર્જાતા જીલ્લા કલેકટરે એસજી હોસ્પીટલની મુલાકાત લઇ સારવાર અર્થે દાખલ કરાયેલ ઇજાગ્રસ્તોની સારવાર અંગેની વિગતો તબીબો ત્થા ઇજાગ્રસ્તોનાં પરીવારજનો પાસેથી મેળવી હતી.
કન્ટેનર સાથે છકડો રિક્ષા અથડાતા મુસાફરો ફંગોળાયા
સુરતથી અમદાવાદ તરફ જતા ટેન્કરના ડ્રાઈવરે કારથી બચવાનો પ્રયાસ કરતી વખતે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, ક્ધટેનર ડિવાઈડર ઓળંગીને પેસેન્જર રિક્ષા સાથે અથડાયું હતું. આ કેસમાં પહેલા 6ના મોત થયા હતા, જો કે, બાદમાં ચારના સારવાર દરમિયાન મોત થયા છે. તેનો આંકડો 10 થયો છે, જ્યારે અન્ય ચાર મુસાફરોની સારવાર ચાલી રહી છે, જેમની ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
છકડા સાથે અથડાયા બાદ ક્ધટેનર પણ એરફોર્સ સ્ટેશનની દિવાલમાં ઘૂસી ગયું હતું અને અંતે થંભી ગયું હતું. સ્ટેશનની એક ટીમે પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું કે પેસેન્જર રિક્ષા ક્ધટેનર નીચે કચડાઈ ગઈ હતી. રોડ પર મૃતદેહોનો ઢગળો જોઈને આસપાસના લોકો પણ હચમચી ગયા હતા.
ગોઝારા અકસ્માતના કારણે પરિવારજનોમાં હૈયાફાટ રૂદન
ગમખ્વાર અકસ્માતમાં છકડાનો બુકડો બોલાઈ જતા મૃતદેહ અંદર જ ફસાઈ ગયા હતા. જેથી ફાયર બ્રિગેડેની ટીમે મુસાફરોના મૃતદેહોને બહાર કાઢવા માટે કટરનો ઉપયોગ કરીને છકડાના પતરા કાપવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર પહેલા ચારને બહાર કાઢ્યા અને બાદમાં કુલ મળીને 14 મુસાફરોને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા.
જેમાંથી 10ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ કર્યા બાદ ઘટના અંગે જાણ કરાતા પરિવારજનોએ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમના હૈયાફાટ રૂદનથી આખા હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા
(1)વિજયસિંહ નટવરસિંહ બારીયા,
(2) અરવિંદભાઇ માનસિંગભાઇ રાઠવા ઉ.વ.27
(3) માહિરભાઇ જશવંતભાઇ મકવાણા ઉ.વ.25
(4) નિરુબેન કલેશભાઇ બારિયા ઉ.વ.35
(5) રેશમબેન વા/ઓ બાબુભાઇ ઉ.વ. રર
(6) નરેશભાઇ બાબુભાઇ હરિજન ઉ.વ.23
(7) મહેન્દ્રભાઇ ગુલાભાઇ હરિજન ઉ.વ.15
ગોઝારા અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા હતભાગીઓ
(1) વેલજીભાઇ બારીયા ઉ.વ.48
(2) સવિતાબેન દિલીપભાઇ બારીયા ઉ.વ. 45
(3) રાકેશભાઇ બંકે બિહારી મિશ્રા ઉ.વ.50
(4) ફતેસિંહ ઇન્દ્રાસિંહ ગોહિલ ઉ.વ.71
(5) સંદિપભાઇ સુરેશભાઇ ચાવડા ઉ.વ. ર4
બાકિના 05 માણસોની ઓળખાણ મેળવવા પોલીસે તજવીજ શરૂ કરી છે.