- મહાકુંભ જતાં શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો
- પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત
- ભયાનક ટક્કરમાં 10ના મો*ત
- 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ
યુપીના પ્રયાગરાજમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બની હતી. બોલેરો અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મો*ત થયા હતા. જ્યારે 19 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં દસ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 19 ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃ*તદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
10 શ્રદ્ધાળુઓના કરુણ મો*ત
મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી રાત્રે મેજામાં પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તે બધા છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં આવી રહ્યા હતા.
આ અકસ્માતમાં સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહેલા 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા હતા. બધા ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા બધા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે.
ક્યાં સર્જાયો અકસ્માત
પોલીસે ઘટનાસ્થળની મુલાકાત બાદ માહિતી આપી હતી કે આ દુર્ઘટના પ્રયાગરાજ મિરઝાપુર હાઈવે પર સર્જાઈ હતી. છત્તીસગઢના કોરબાથી શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા મહાકુંભ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જ મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને ઘાયલોને તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અનેકની હાલત ગંભીર હોવાથી મૃ*તકાંક પણ વધી શકે છે.