વડી અદાલતે સૂચવેલા નામોમાં ૨૦ જ્યુડીશીયલ ઓફિસર અને ૩૧ એડવોકેટ્સનો સમાવેશ
દેશની ૧૦ હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની નિમણુંક માટે ૫૧ નામની યાદી ઉપર વડી અદાલતની કોલેજીયમે મ્હોર મારી દીધી છે. જેનાથી ન્યાયપ્રણાલીમાં ન્યાયાધીશોની નિમણુંકનો માર્ગ મોકળો થયો છે.
ચીફ જસ્ટીસ જે.એસ.ખેહરની ખંડપીઠે ગઇકાલે ફાઇનલાઇઝીંગ ધ મેમોરેન્ડમ પ્રોસીડીયુલ બાદ ૫૧ નામોની યાદીની ભલામણ કરી છે. હવે ટુંક સમયમાં દેશની ૧૦ હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની નિમણુંકની પ્રક્રિયા આગળ વધશે. વિવિધ હાઇકોર્ટની કોલેજીયમે વડી અદાલતની કોલેજીયમને ૯૦ નામની યાદી મોકલી હતી. જેમાંથી ૫૧ નામો પર મ્હોર મારવામાં આવી છે. આ ૫૧માંથી ર૦ જ્યુડીશીયલ ઓફિસર છે જ્યારે અન્ય ૩૧ એડવોકેટ છે. તેવુ સુત્રોનું કહેવું છે.
બોમ્બે, પંજાબ, હરિયાણા, પટના, હૈદરાબાદ, દિલ્હી અને છત્તીસગઢ હાઇકોર્ટ માટે કોલેજીયમે કેટલાક નામોનું સૂચન કર્યુ હતું. જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ગૌહાટી અને સિક્કીમ સહિતની હાઇકોર્ટોમાં પણ ન્યાયાધીશોની નિમણુંક કેન્દ્ર દ્વારા કોલેજીયમનીભલામણ સ્વીકારવામાં આવ્યા બાદ થઇ શકશે. હાલ વડી અદાલતની કોલેજીયમે મ્હોર મારેલા નામોની યાદી આગળ ધપાવવામાં આવી છે.