કવિતા અને કવિને ભારતમાં ઉચ્ચ ખ્યાતિ પ્રાપ્ત છે. ભારત માતા એ ઘણા સપૂતો પેદા કર્યા છે જેમને કલામાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. આપણા દેશમાં ઘણા ઉચ્ચ સ્તરના નેતાઓ છે જે શ્રેષ્ઠ કવિ પણ છે
શ્રી અટલ બિહારી વાજપાય : આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાય જેમની રાજનેતિક સમજણની પ્રશંષા તો દુનિયાભરમાં થાય છે અને ઘણા લોકો તેમના દ્વારા સર્જેલી કવિતાઓથી પ્રેરણા પ્રાપ્ત કરે છે.
“बेनकाब चेहरे हैं, दाग बड़े गहरे हैं
टूटता तिलिस्म आज सच से भय खाता हूं
गीत नहीं गाता हूं
लगी कुछ ऐसी नज़र बिखरा शीशे सा शहर
अपनों के मेले में मीत नहीं पाता हूं
गीत नहीं गाता हूं”
નરેન્દ્ર મોદી : દેશના હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જેમની લોકપ્રિયતા માત્ર ભારત સુધી જ નથી પણ વિદેશોમાં પણ છે. ઘણા લોકો જાણે છે કે તેઓ મહાન રાજનેતાની સાથે સાથે મહાન કવિ પણ છે. તેઓએ પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછી અને તેની પહેલા જયારે સંઘ પ્રચારક હતા ત્યારે પણ તેઓએ ઘણી કવિતાઓ લખી છે.
ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ : આપણા સૌના લાડીલા પૂર્વ રાષ્ટ્રપતિજીની કલમમાંથી નિકળેલ એક એક શબ્દ આપણા માટે પ્રેરણાં સ્ત્રોત છે. એમનું યોગદાન દેશના પરમાણુ વિજ્ઞાનમાં પણ ભૂતપૂર્વ રહ્યું હતું.
ડૉ. કુમાર વિશ્વાસ : “કોઈ દિવાના કહતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ.” ઘણા કવિઓમાં એવી કળા હોઈ છે ક એ કોઈ પણ ઉમરના લોકોના લોકપ્રિય હોય. એવા આપણા સૌના લોકપ્રિય કુમાર વિશ્વાસ.
કુમારી મમતા બેનર્જી : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી જેઓ પોતાની કવિતાઓ બંગાળી ભાષામાં લખે છે.
કપિલ સિબલ : જેઓ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે જેઓ કોંગ્રેસની સરકારમાં ન્યાયમંત્રી, કાનુન, આઈ.ટી.,પણ હતા. જેમની રાજકારણમાં તો કારકિર્દી ન ચાલી પરંતુ કવિતાની રચના આજે પણ કરે છે.
સલમાન ખુર્શીદ : જેઓ કોંગ્રેસના નેતા હતા. પૂર્વ કોંગ્રેસની સરકારમાં વિદેશમંત્રી હતા. જેમણે દિલ્લીના ચર્ચિત બળાત્કાર કેસ ઉપર એક ઉતમ કવિતાની રચના કરી હતી. જે આજે પણ દર્દનાક ધટનાની યાદ અપાવે છે.
વરૂણ ગાંધી : જેઓ ભાજપના ઉભરતા નેતા છે. સંજય ગાંધી અને મેનકા ગાંધીના પુત્ર જેમને કવિતાની ધૂન ૧૭ વર્ષની ઉમરે લાગી હતી. જેમની દરેક પુસ્તકોની કોપી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.
કનિમોજ્હી કરુણાનિધિ : જે તામિલનાડુંની રાજ્યસભા સાંસદ છે. એક રાજનેતાની સાથે સાથે તેઓ એક કવિ અને પત્રકાર પણ છે. જેઓ તમિલનાડું ના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિની સુપુત્રી છે ‘ધ હિન્દુ’ વર્તમાન પત્રની સહ સંપાદક પણ છે. જેઓએ તમિલ ભાષામાં ‘મદર’ કવિતાની રચના કરી છે.
શશિ થરુર : કેરળની કોંગ્રેસ લોકસભાના સાંસદ છે. દુનિયાભરને ખબર છે કે તેઓ એક મહાન લેખક છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ અંગ્રેજી કવિ પણ છે.