Abtak Media Google News

નર્મદા ડેમમાંથી પાણી છોડાવાની શક્યતાઓને પગલે વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને અલર્ટ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચનો અપાયા

લાંબા વિરામ બાદ બે ત્રણ દિવસથી વરસાદ વરસતા નર્મદા ડેમની પાણીની આવક વધી છે. નર્મદા અને ઉપરવાસમાં ભારે વરસાદથી ફરી પાણી વિપુલ જથ્થામાં છોડવાની શરૃઆત થતાં નર્મદા ડેમમાંથી 10 ખોલીને નદીમાં વધુ પાણી છોડવાની શરૂઆત કરી છે. નદીમાં જળસ્તર વધતા નદી કાંઠાના ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટર નોંધાઇ હતી. મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યોમાં વહેતી નદીઓની જળસપાટીમાં વધારો થયો છે.

નદીઓ પર બનેલા ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ રસ્તા ધોવાઈ ગયા છે. રેલવે ટ્રેક પર ટ્રેનો થંભી ગઈ છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે કાંઠા વિસ્તારોના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવરમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાશે. નદીમાં પાણીની વિપુલ આવક થવાને લીધે નર્મદા, વડોદરા જિલ્લાના કરજણ, શિનોર અને ડભોઇ ઉપરાંત ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

ઉપરવાસના ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલાયા છે. પાવર હાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરની આવક વધી છે. હાલ પાણીની આવક 166371 ક્યુસેક છે. જેના કારણે ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આજ રોજ બપોરના સમય પર આ સીઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમના દરવાજા 10 ખોલાયા છે.સરદાર સરોવરમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાશે. નદીમાં પાણીની વિપુલ આવક થવાને લીધે નર્મદા, વડોદરા જિલ્લાના કરજણ, શિનોર અને ડભોઇ ઉપરાંત ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો અને લોકોમાં ખુશી છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક છે. ડેમ ની સપાટી 338.12 ફૂટ પર પહોંચી છે. ડેમના સત્તાધીશો દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના હથનુર ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા છે, હથનુર ડેમમાંથી 3 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,જે પાણી આગામી 30 કલાક સુધીમાં ઉકાઈ ડેમમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.