શ્રાવણ માસની શરૂઆતમાં જ સિઝન જામી: રૂ.૨ લાખનો મુદામાલ કબ્જે
શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ઉના પંથકમાં પોલીસે જુદા જુદા ગામોમાં દસ જુગારધામ પર દરોડો પાડી રૂ.૨ લાખના મુદ્દામાલ સાથે ૬૬ પતાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી સા. ગીર – સોમનાથ તથા નાયબ પો.અધિક્ષક જી.બી.બાંભણીયા સા.ગીર-સોમનાથ વેરાવળ વિભાગ, વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્સ. કે. એન. અઘેરા તમામ પોલીસ સ્ટાફના માણસો ગીર ગઢડા પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમિયાન સ્ટાફને અલગ અલગ ગામે જુગારની ચોકસ બાતમી મળતા આંકોલાલી ગામેથી ૬ આરોપી રોકડ મુદામાલ ૨૫૪૮૦, નિતલી ગામેથી ૭ આરોપી રોકડ ૧૦૫૯૦, કોદીયા ગામેથી ૮ આરોપી રોકડ મુદામાલ ૧૩૬૪૦ જ્યારે સનવાવ ગામેથી ૯ આરોપી રોકડ મુદામાલ ૧૨૪૧૦ આ તમામ ૩૦ આરોપીઓને જુગારના સાહિત્ય અને કુલ રોકડ રૂ.૬૨૧૨૦ નાં મુદામાલ સાથે પકડી જુગારના અલગ અલગ ગણના પાત્ર કેશ અંગેની સફળ રેઇડ કરી આ અંગે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. અન્ય દરોડામાં પોલીસે વેરાવળમાં જુગાર રમતા ૬ પતાપ્રેમીઓને રૂ.૧૦,૨૦૦ની રકમ સાથે ઝડપી પાડ્યા છે. ખાંભામાં રૂ.૭૫૦૦ની રોકડ રકમ સાથે ૩ જુગારી ઝડપાયા છે. ઇન્દ્રોય ગામે પોલીસે દરોડો પાડી રૂ.૧૪,૨૮૦ના મુદ્દામાલ સાથે ૬ જુગારીઓને ઝડપી પાડ્યા છે. ભાલકામાં પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડો પાડી રૂ.૮૨,૨૬૦ના મુદ્દામાલ સાથે ૯ શકુનીઓને ઝડપી પાડ્યા છે. જયારે વસાદરમાં ૫ જૂગારીઓને રૂ.૧૧,૦૧૦ અને ઘાટવડ ગામે રૂ.૧૨,૪૪૦ની રોકડ સાથે ૭ પતાપ્રેમીને ઝડપી પાડ્યા છે.