યોગ્ય માનસિક સ્વાસ્થ્ય સાથે જીવનને ઝળહળતું બનાવો !!
2024 એ વિદાય લીધી છે. અને 2025 ની શાનદાર શરુઆત થઈ છે. ત્યારે આ વર્ષને જબરદસ્ત બનાવવા માટે આપણે સૌથી પહેલા માનસિક રીતે સ્વસ્થ હોવા અગત્યનું છે. જેને લઇને કેટલીક એવી સરળ રીતો છે. જે તમારા માનસિક સ્વાસ્થ્યને ફીટ એન્ડ ફાઈન બનાવી દેશે.
- શારિરીક પ્રવૃત્તિ કરતા રહો: શારીરિક પ્રવૃત્તિઓ મગજને એક્ટિવ રાખવા માટેના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. વર્કઆઉટ પછી, લોકો ભાવનાત્મક રીતે વધુ સારી લાગણી અનુભવતા હોય છે, અને યાદશક્તિ તેમજ અન્ય જ્ઞાનાત્મક કાર્યો કરવા કરવા વધુ સારી રીતે કરી શકે છે. નિયમિત કસરત કરવાથી તેનો ચોક્કસ ફાયદો મળે છે: જે લોકોમાં ડિપ્રેશન અને ડિમેન્શિયા થવાનું જોખમ ઘટાડે છે. વૈજ્ઞાનિકો માને છે કે તમારા શરીર કાર્યરત રહેતા મગજમાં વધારાના રક્ત પ્રવાહ અને રસાયણો મુક્ત થાય છે, જે ન્યુરોન્સ વચ્ચે નવા જોડાણો બનાવવામાં મદદ કરે છે. જે હતાશા અને ઉન્માદ દૂર કરે છે.
- નાહકની ચિંતાઓ છોડી દો: ઘણા લોકો બેચેન રહેતા હોય છે. આ ચિંતાઓ ઘટાડવાના કેટલાક સરળ રસ્તાઓ છે. સંશોધન સૂચવે છે કે જે વસ્તુઓ આપણને બેચેન બનાવે છે તેનો સીધો સામનો કરવાથી ડર દુર કરી શકાય છે. તમે આ ચિકિત્સક મનોૈજ્ઞાનિક પદ્ધતિ જેને ક્લિનિસિયન એક્સપોઝર થેરાપી કહે છે તેના દ્વારા અથવા જાતે પણ કરી શકો છો. અન્ય એક રીતે તમે જે વ્યક્તિગત લક્ષણોની પ્રશંસા કરો છો તેના વિશે વિચારો, પછી તેમને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. ઉદાહરણ તરીકે, જો તમારા માટે ઉદાર બનવું મહત્વપૂર્ણ છે, તો તમારા સમુદાયમાં સ્વયંસેવી બનવાનું વિચારો. આ ઉપરાંત તમારી જાતને પૂછો, શું મેં કોઈ ચોક્કસ સમસ્યાને લઈને કરેલી ચિંતા જરૂરી હતી? આ ચિંતાઓ માંથી મને શું શીખવા મળ્યું ? તમારા અવલોકનો લખો જેથી કરીને જો વધુ પડતી ચિંતા અથવા ડર ફરી આવે તો તમે તેમાથું શીખ લઈ શકો.
- તમારા મગજને પડકાર આપો: શું ક્રોસવર્ડ કોયડાઓ અને મગજને લગતી ગેમ ખરેખર તમને સ્માર્ટ બનાવી ડિમેન્શિયાના જોખમને ઘટાડી શકે છે કે નહિ તે ચર્ચાનો વિષય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેઓ નુકસાન પહોંચાડતા નથી. આ જ અન્ય જ્ઞાનાત્મક પ્રવૃત્તિઓ, જેમ કે બોર્ડ ગેમ્સ રમવી, પુસ્તકો અથવા અખબારો વાંચવા અથવા બીજી ભાષા શીખવીને લાગુ પડે છે. જો કંઈક માનસિક રીતે પડકારજનક હોય, તો સંભવ છે કે તે તમારા મગજ માટે ખૂબ સારું છે, ક્લેમસન યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર લેસ્લી રોસે કહ્યું.
- રાત્રે પૂરતી ઊંઘ લો: અમેરિકના એક તૃતીયાંશ પુખ્ત વયના લોકો કહે છે કે તેઓને રાત્રે સાત કલાકથી ઓછો સમય ઊંઘ લે છે. અને જ્યારે લોકોને ઊંઘવામાં તકલીફ થાય છે, ત્યારે તે તણાવ અને નકારાત્મક લાગણીઓનો અનુભવ કરે છે. તેઓ અફસોસ કરવા, ઝડપથી ગુસ્સો કરવો, વધુ નકારાત્મક વિચારો અથવા તણાવનો અનુભવ કરે છે. અનિદ્રા માટે જ્ઞાનાત્મક વર્તણૂકીય થેરાપી, અથવા ઈઇઝ-ઈં, લાંબા ગાળે ઊંઘની દવાઓ કરતાં વધુ અસરકારક છે. અભ્યાસ મુજબ 80% જેટલા લોકો તેમની ઊંઘમાં સુધારો જુએ છે.
- કોઈ એક વસ્તુમાં ફસાયેલા ન રહો: આપણે બધા પ્રસંગોપાત કામ પર અથવા આપણા સંબંધોમાં અટવાયેલા અનુભવીએ છીએ, પરંતુ એવી નાની વસ્તુઓ કરો જે તમારા જીવનમાં નવીનતા લાવી શકે. એવી વસ્તુઓને ઓળખો જે અવરોધો લાવે છે અને તમારા રોજિંદા જીવનમાં ગૂંચવણો અથવા તણાવ ઉમેરે છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો. “અનસ્ટક” થવું કેવું લાગશે તે વિશે વિચારો. પછી ચોક્કસ પગલાઓ વિશે વિચારો જે તમને મદદરૂપ કરશે. તે તરફ પગલું લઇ આગળ વધો.
- શાંત રહો: જ્યારે તાપમાન વધે છે, ત્યારે ગરમી મગજને અસર કરે છે. અભ્યાસો દર્શાવે છે કે ગરમ દિવસો આપણી સમજશક્તિને નબળી પાડે છે. અને આપણને વધુ આક્રમક, ચીડિયા અને આવેગજન્ય બનાવે છે. સખત ગરમીને ગંભીરતાથી લો અને ઠંડા અને હાઇડ્રેટેડ રહેવાને પ્રાથમિકતા આપો. એર ક્ધડીશનીંગ, પંખાની નીચે બેસીને ઠંડા પાણીનો છંટકાવ, ઠંડા પાણીથી ન્હાવું અથવા નજીકનું ઠંડક કેન્દ્ર શોધવું એ બધું તમારા મગજને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવામાં મદદ કરી શકે છે.
- તમારા અંદરના વિશ્લેષકને શાંત કરો: જો તમને વારંવાર એવું લાગતું હોય કે તમે વધુ નથી કરી શકતા તો પછી જે છે તે પૂરતું છે તેમ સમજી સ્વીકારવું જોઇએ. નિષ્ણાતો સૂચવે છે કે તમે વધુ કરી શકો છો અથવા કરવું જ જોઈએ તેવી ઝિદ છોડી દો. તેના બદલે, તમે દરરોજ જે પરિપૂર્ણ કરો છો તેના માટે તમારી જાતને બિરદાવો. તમારા વિચારોથી દૂર રહેવું પણ ઉપયોગી છે. જાત પ્રત્યેનો અભીગમ સકારાત્મક રાખો. મે ભૂલ કરી એના બદલામાં આ ભૂલ અન્ય કોઈથી પણ થઇ શકે છે તેમ માનીને જાતનો સ્વીકાર કરો.
- શારીરિક સ્વાસ્થ્યનું પ્રત્યે સજાગ બનો: આપણે જાણીએ છીએ કે આપણું મગજ અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ એક બીજાને કેટલો પ્રભાવિત કરી શકે છે તે ભૂલી જઇએ છીએ. મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ મેકકેન્સ સેન્ટર ફોર બ્રેઈન હેલ્થના સંશોધકોએ એક અનન્ય ફોર્મેટનો ઉપયોગ કરીને માનસિક અને જ્ઞાનાત્મક સુખાકારી માટે શારીરિક સ્વાસ્થ્ય કેટલું મહત્વપૂર્ણ છે તે અંગે અભ્યાસ કર્યો છે. જેમાં મોટાભાગના પ્રશ્નો સામાન્ય આરોગ્ય માપદંડો (જેમ કે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ) અને વર્તણૂકો (વ્યાયામ અને પોષણ સહિત) વિશે પૂછે છે, જે હકીકત દર્શાવે છે કે તમારું શરીર જેટલું સ્વસ્થ છે, તમારું મન એટલું જ સ્વસ્થ છે.
- એક નવો મિત્ર બનાવો: એકલતાની લાગણી આપણા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં, સંશોધકોએ એકલતા અને અલ્ઝાઇમર રોગ વચ્ચેની કડી શોધી કાઢી છે. આ સંભવ છે કારણ કે એકલતા શરીરના તણાવ પ્રતિભાવને ઉત્તેજિત કરે છે, જે બળતરા વધારે છે. સમય જતાં, તાણ અને બળતરા મગજના કોષોને અને તેમની વચ્ચેના જોડાણોને નુકસાન પહોંચાડે છે, જે ઉન્માદ જન્માવે છે. એકલતાનો સામનો કરવા માટે, મિત્ર અથવા કુટુંબના સભ્યનો સંપર્ક કરો – એક ટૂંકો ફોન કોલ પણ શક્તિશાળી લાભ આપી શકે છે.
- માફ કરો – અથવા ન કરો!: ટ્રોમા રિકવરી ઓન યોર ઓન ટર્મ્સ પુસ્તકમાં, ટ્રોમા થેરાપિસ્ટ અને લેખક અમાંડા ગ્રેગરી માફીને અંતિમ નિર્ણયને બદલે ભાવનાત્મક પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરે છે. આ પ્રક્રિયા તમને ખોટું કરનાર વ્યક્તિ વિશે ઓછી નકારાત્મક લાગણીઓ અથવા વિચારો અનુભવવામાં મદદ કરી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે તે વ્યક્તિને પસંદ પણ કરવી જોઈએ. “તમે કોઈને માફ કરી શકો છો અને તેની સાથે કોઈ લેવાદેવા નથી રાખતા તે યોગ્ય છે ,”અને બીજી તરફ જો તમે માફ કરવાનું પસંદ નથી કરતા અથવા તમે તૈયાર ન હોવ, તો તે પણ ઠીક છે.