હોમ કોરેન્ટાઇન થયેલા લોકોને મુંજવતા પ્રશ્ર્નોનું ફોન પર નિરાકરણ: કુલ ૬૧૯ ઇન્કમીંગ કોલ રીસીવ કરાયા
કોરોાનાનાં કહેર વચ્ચે કોરોન્ટાઇલ થયેલા લોકોનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલીંગ કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મનોચિકિત્સક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ કલેકટર કચેરી દ્વારા એકાંતવાસમાં રહેતા લોકો માટે આ સલાહ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયા કોરોના વાયરસના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે કવોરોન્ટાઇન થયેલા લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે સલાહ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે.
આ તકે સૌરાષ્ટ્ર યુનિ. ના મનોવિજ્ઞાન ભવનનાં વડા ડો. યોગેશ જોગરાને અબતક સાથે વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે અત્યાર સુધીનાં સમયમાં કલેકટર કચેરી ખાતે મનોચિકિત્સક સેન્ટર દ્વારા કુલ ૧૦ હજાર થી પણ વધુ ફોન કરવામાં આવ્યા હતા. આ તકે ડો. જોગસનના જણાવ્યા મુજબ હોમ કોનોન્ટાઇન થયેલા ૧૮૫૬ લોકોને કોલ કરાયા હતા. જયારે હેલ્થ વિભાગનાં ૨૫૨૮ લોકો ગામના સરપંચ અને તલાટીને ૭૨૨ પ્રિન્ટ તથા ઇલેકટ્રોનીક મીડીયાનાં ૧૪૦ અને શિક્ષણ ક્ષેત્રનાં ૪૭ કોલ એમ કુલ ૧૦૨૭૦ ફોન કોલ કરવામાં આવ્યા છે.
જયારે ૬૧૯ જેટલા ઇન્કમીંગ કોલ પણ રીસીવ કરવામાં આવેલા હોવાનું જણાવ્યું હતું.
આ તકે ડો. જોગસનનાં જણાવ્યા મુજબ લોકો દ્વારા જે પ્રતિસાદ મળી રહ્યો છે તે ખરા અર્થમાં કાબીેલે તારીફ છે હાલ અનેક વિધ પ્રશ્ર્નો થકી મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા નિશુલ્ક સેવા આપવામાં આવી છે. લોકોને ઉદભવીત થતા અનેક વિધ પ્રશ્ર્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.