- કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની જાહેરાત
ગુજરાતમાં પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલમાં 110 મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત છે. નવા 17 યુનીટ કાર્યરત થશે અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, ભરુચ અને મહીસાગર જિલ્લાને મળશે વધુ નવા મોબાઈલ વેટરીનરી યુનિટની ભેટ મળશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે પશુપાલકોના ઘર આંગણે નિ:શુલ્ક પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારની દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું સ્થાપવાની યોજના અંતર્ગત 460 ફરતા પશુદવાખાના છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે, જે અંદાજે 5300થી વધુ ગામોના પશુઓને નિ:શુલ્ક સારવાર સુવિધા પૂરી પાડે છે.
મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત સરકારની આ સફળ યોજનાના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નવી મોબાઈલ વેટરનરી યુનિટની યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના પશુપાલન ક્ષેત્રના અવિરત વિકાસને સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ગુજરાત માટે 127 મોબાઈલ વેટરીનરી યુનીટ મંજૂર કરવામાં આવેલ છે. જે પૈકી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે તબક્કાવાર અત્યાર સુધી કુલ 110 મોબાઈલ વેટરીનરી યુનીટનો શુભારંભ કરાવી તેને પશુ સેવામાં કાર્યરત કરવામાં આવેલ છે.
મંત્રી પટેલે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે ગુજરાત માટે મંજૂર કરેલા 127 મોબાઈલ વેટરનરી યુનિટ પૈકી કે અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગર જિલ્લામાં 1, છોટા ઉદેપુર જિલ્લામાં 3, તાપી જિલ્લામાં 2, નર્મદા જિલ્લામાં 1, નવસારી જિલ્લામાં 1, પંચમહાલ જિલ્લામાં 1, બનાસકાંઠા જિલ્લામાં 1, ભરુચ જિલ્લામાં 4 અને મહીસાગર જિલ્લામાં 1 મળી કુલ 17 મોબાઈલ વેટરીનરી યુનીટને જે-તે જિલ્લા કક્ષાએથી કાર્યરત કરવામાં આવશે.