હાલ આ સુવિધા શતાબ્દીમાં શરૂ કરવામાં આવી છે

સમગ્ર ભારતમાં ખુબ જ મોટા વિસ્તારમાં વિસ્તરેલી ઈન્ડીયન રેલવેમાં થોડા વર્ષોમાં ઘણા પરીવર્તન આવી ગયા છે. પહેલા કરતા હવે રેલવેની મુસાફરી સુખમય છે. જોકે હવે આ આનંદમાં વધારો થવા જઈ રહ્યો છે. ભારત સરકારે એવી જાહેરાત કરી છે કે રેલવે રિઝર્વેશનના ચાર્ટ બાદ ખાલી પડેલી સીટ ઉપર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ જાહેરાત પાછળનું મુખ્ય કારણ મુસાફરોને આકર્ષવાનું અને રેલવે કમ્પાર્ટમેન્ટની ખાલી જગ્યા ભરવાનું છે.

જોકે કેટલાક લોકોનું માનવું છે કે ભારતીય રેલ્વેનો આ નિર્ણય યોગ્ય નથી. કેટલીક વાર રેલવેના સમયપત્રકમાં ફેરફાર થતા ખાલી જગ્યા રહી જાય છે જે તાત્કાલિક ભરી શકાય નહીં તો બીજી તરફ લોકસભામાં લેખિત જવાબ આપતા રાજય રેલવેપ્રધાન રાજન ગોહનીએ જણાવ્યું કે, અન્ય વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૧૭-૧૮માં રેલવે વિભાગ દ્વારા ૧૦૦ ટકાનો નફો થયો છે.

રેલવે તંત્ર દ્વારા ઘણી બધી સુવિધાઓને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. રેલવે તંત્ર પહેલાની જેમ હવે ગોકળ ગતિએ ચાલતુ નથી તેમ કામકાજ હવે ફાસ્ટ થઈ ગયું છે. ટ્રેનના સમયપત્રક પણ નિયત થઈ ગયા છે અને હવે આવી ઓફર દ્વારા જે ટ્રેન ખાલી જતી હતી તેમાં પણ મુસાફરોનો ઘસારો જોવા મળશે. સેકન્ડ કલાસ સ્લીપર કોચમાં પણ આ સુવિધા આપવાનો ઉદેશ્ય છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, રેલવે વિભાગ દ્વારા બધા જ કોમને ભરી દેવાનો ઉદેશ્ય છે. આ સુવિધા હાલ કેટલીક મહત્વના વ્યવહાર સાથે જ સાંકળવામાં આવશે. હાલ આ ડિસ્કાઉન્ટ શતાબ્દીમાં આપવામાં આવ્યું છે. મૈસુરથી બેંગાલુરુ સેકસન તેમજ અમદાવાદથી વડોદરા જતી ટ્રેન અને ન્યુ જલપાઈગુરીથી મલાડ ટાઉન જતી ટ્રેનને મોકલવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.