દારુ-જુગારના કેસ કેમ કરો છો ? કહી ટોળાએ પોલીસ મથકમાં અપશબ્દ બોલી બઘડાટી બોલાવી: પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાતે ટોળાને મચક ન આપી ફરજમાં રુકાવટનો ગુનો નોંધી પોલીસનું ‘મોરલ’ જાળવ્યું

શહેરના થોરાળા પોલીસ મથક વિસ્તારમાં દેશી દારુ અને જુગાર જેવી બદી સામે નવ નિયુકત પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાતે કડક કાર્યવાહી કરતા કેટલાક લુખ્ખાઓ ઉકળી ઉઠયા હતા અને પોલીસ દ્વારા થતી કાર્યવાહી  હળવી કરવા રજુઆતા કરવા મોડીરાતે ટોળુ ઘસી ગયું હતું. રજુઆત દરમિયાન કેટલાક શખ્સ દ્વારા કાયદાની મર્યાદાનું ઉલંઘન કરી પોલીસ મથકમાં જ અપશબ્દ બોલવાનું અને પોલીસ પર ખોટા આક્ષેપ કરવાનું શરુ કરી પોલીસ મથકને ઘેરાવ કરતા લુખ્ખાઓને પોલીસે પોતાનો અસલી રંગ બતાવી બીન જરુરી અને અર્થ વિનાની રજુઆત કરવા પોલીસ મથકે ઘસી આવી શખ્સો સામે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી દસ શખ્સોની ધરપકડ કરી અન્યને ઝડપી લેવા કાર્યવાહી કરતા થોરાળા વિસ્તારના લુખ્ખાઓમાં ફફડાટ મચી ગયો છે.

વિગતો મુજબ પોલીસના કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ રામસિંહ ઝાલાએ થોરાળા પોલીસમાં ગોપાલ ઉર્ફે મીઠીયો ભીખુભાઇ ગોહેલ ,સુમીત રવજીભાઇ ચૌહાણ,વીપુલ ઉર્ફે ભોલીયો કાનાભાઇ બાવાજી,શુભમ મગનભાઇ ગોહેલ ,ધવલ ધીરેનભાઇ પુજારા , અરવીંદ નાથાભાઇ ગોહેલ ,વીશાલ ગોરધનભાઇ ચૌહાણ , સુનીલ કીશનભાઇ સોલંકી, વીજય જીતુભાઇ સોલંકી, દીપક કીશોરભાઇ ચૌહાણ, સંગીતા,જીતીયો બાડો, શકરો, લાલો ટકો ,પારૂ ,પારૂ ની છોકરી , કાળી , મનીષા ઉર્ફે મુન્ની , રક્ષા સુનીલ ,આકાશ જેન્તી ડાંગર,નીલેષ ઉર્ફે ડોઢીયો, કાળી બહેન ની છોકરી ,રવી કાઠી,ગૌરીબેન ગોપાલભાઇ ગોહેલ , શીતલ ભાવેશભાઇ અને અજાણ્યા માણસો સામે ફરજ રૂકાવટનો ગુનો નોધાવાયો હતો.જેમાં પોલીસ દ્વારા 10 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. એમ. ઝણકાટએ જણાવ્યું હતું કે, ગઇકાલે મોડી રાત્રીના 12 વાગ્યાના અરસામા થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આશરે 25થી 30 જેટલા લોકોનું ટોળું ઘસી આવ્યું હતું અને ઉગ્ર બોલાચાલી તથા ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી હાજર પોલીસ દ્વારા તેઓને સમજાવવામા આવ્યા કે, તમારા લોકોને જે કાઇ પણ રજૂઆત હોઇ તો અમને જણાવો. પરંતુ રજૂઆત કરવાને બદલે ટોળામાંથી અમુક લોકોએ ગાળો બોલી બીન જરૂરી રજૂઆતો કરવા લાગ્યા હતા કે, પોલીસ કેમ વારંવાર અમારા જ વિસ્તારમાં દારુ-જુગારના દરોડા કરે છે. અમારા વિસ્તારમાં જ પી. સી. આર વાન વધુ ફરે છે.બીન જરૂરી દલીલો સામે પણ ટોળાને સમજાવવા પ્રયાસ કરતા ટોળા દ્વારા પોલીસની ફરજમાં રુકાવટ કરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એક ટોળુ રચી પોલીસ પર બીનજરુરી દબાણ ઉભુ કરવા અને પોલીસને ધમકી પણ આપવા લાગ્યા હતા. જેથી કાયદાનુ ભાન કરાવી ટોળામાંથી હાજર 10 લોકોને ડિટેઇન કરી તેમજ નાસીજનાર 15 શખસો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.