મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી : બે ટ્રેઇલર અને ઇનોવા વચ્ચેના અકસ્માતમાં ઇનોવા કારનો બુકડો બોલી ગયો
કચ્છના ભચાઉ તાલુકાના ચીરઇ નજીક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે બે કલાકની જહેમત બાદ ઇનોવા કારમાંથી મૃતદેહ બહાર કાઢી શકાયા હતા ભચાઉના ચીરઇ નજીક સાંજે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રીપલ અકસ્માતમાં બે ટ્રેલર વચ્ચે ઇનોવા કાર આવી ગઇ હતી ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો.અને રાત્રે ૮ વાગ્યા આસપાસ તમામ મૃતદેહો કાઢી શકાયા હતા અકસ્માતમાં ૧૦ લોકોના મોત નિપજ્યા છે અને ત્રણ ને ગંભીર ઈજાઓ પહોંચી છે.મૂળ ડીસાનો વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી ભુજના જ્યેષ્ઠાનગરમાં સ્થાયી થયેલાં ધોબી પરિવારનાં સભ્યો ભચાઉના કબરાઉ ગામે મોગલધામના દર્શને જતા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ભુજથી નીકળીને આ પરિવાર ગાંધીધામમાં રહેતી દીકરીને મળી કબરાઉ તરફ જતો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. ભચાઉથી મીઠું ભરેલું ડમ્પર કંડલા તરફ જઈ રહ્યું હતુ ત્યારે એકાએક ટાયર ફાટતાં ડમ્પર પલટી ખાઈને ડિવાઈડર કૂદી રોંગસાઈડમાં જતી કાર સાથે ટકરાયું હતું. દરમિયાન કાર પાછળ રહેલું સિમેન્ટ ભરેલું ડમ્પર પણ કાર સાથે અથડાતાં બંને વાહનો વચ્ચે ઈનોવા કાર સેન્ડવિચ થઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં રહેલાં લોકોના અંગો ક્ષતવિક્ષત થઈ વાહનો બહાર ફેંકાઈ ગયા હતા.ઘટનાની જાણ થતા ભુજથી તેમના પરિવાર સહિતના અન્ય સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા.અકસ્માતના સમાચારથી સમગ્ર કચ્છમા ચકચાર ફેલાઇ છે.
મુખ્યમંત્રીએ મૃતદેહોની જરૂરી વ્યવસ્થા માટે આપ્યા આદેશ
ભચાઉના ગોઝારા માર્ગ અકસ્માતની ઘટના અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હતભાગીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી ઘટના અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી છે. તેમણે અકસ્માતમાં ઘવાયેલાઓની સારવાર અને મૃતદેહોના પીએમ-અંતિમક્રિયા માટે જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને તાત્કાલિક આદેશો આપ્યા છે.
મૃતકોના નામ
૧ ) અશોકભાઈ ગિરધારીલાલ કોટીયા
૨) પૂનમબેન રમેશભાઈ કોટીયા
૩) નિર્મલાબેન રમેશભાઈ કોટીયા
૪) નિકિતાબેન રમેશભાઈ કોટીયા
૫) નંદિનીબેન અશોકભાઈ કોટીયા
૬) તૃપ્તિબેન દિનેશભાઈ કોટીયા
૭) મોહિત રમેશભાઈ કોટીયા
૮) ભવ્ય અશોકભાઈ કોટીયા
૯) હિતેશભાઈ સુનિલભાઈ
૧૦)સર્જન સુનિલભાઈ કોટીયા