અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને વાઘા બોર્ડરે આવેલા ટ્રકમાં સફરજનના બોકસ વચ્ચે આ સોનું છુપાવવામાં આવ્યું હતુ!!

દેશમા દાણચોરીથી સોનું લાવનારા દાણચોરો સમયાંતરે અવનવા કિમીયા કરતા રહે છે. તાજેતરમાંકસ્ટમ સતાધીશોએ વાઘા બોર્ડર પરતી સફરજનના ખોખામાં સંતાડેલા ૧૦ કરોડ રૂ. ની કિમંતનો ૩૨ કિલો સોનાની દાણચોરીથી ઘુસાડવાનાપ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અફઘાનિસ્તાનથી આવેલા ટ્રકમાં સફરજનના ખોખામાં સોનાની દાણચોરીનો પ્રયાસ કરવા બદલ કસ્ટમે ડ્રાઈવરને કલીનરની ધરપકડ કરીને પૂછપરછહાથ ધરી છે.

બોર્ડર પાસેની ભારત-પાકિસ્તાન સીમા પર અફઘાનિસ્તાનથીસફરજન ભરીને આવેલા એક ટ્રકનો શંકાના આધારે કસ્ટમના અધિકારીઓએ ચેકીંગ હાથ ધર્યું હતુસફરજનના બોકસથી લદાયેલા આ ટ્રકમાં બોકસની વચ્ચે જગ્યા બનાવીને તેમાં દાણચોરીથી સોનુંલવાયેલું જોવા મળ્યું હતુ જેથી, કસ્ટમના અધિકારીઓએ વધુ તપાસ કરતા૧૦ કરોડ રૂપીયાની કિમંતનું૩૨કિલો સોનું મળી આવ્યું હતુ.

આ અંગે કસ્ટમ્સના કમિશનર દિપકુકમારે જણાવ્યું હતુ કે સફરજનના એક કાર્ટુન બોકસમાં ૧.૨ કિલોના સનિના બે ચોરસાને કાળા કાર્બન પેપરમાં પેક કરીને સંતાડવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન આવેલા આ ટ્રકમાંથી ૨૧૧ કાર્ટુન સફરજનના બોકસ હતા જેમાંથી ૩૨.૬૫૪ કિલોના ૨૭ સોનાના ચોરસા મળી આવ્યા છે. દિલ્હીના વેપારીએ મંગાવેલા આ ક્ધસાઈનમેન્ટ મંગાવ્યુ હતુ દાણચોરીથી સોનું લાવનારા ટ્રકના ડ્રાઈવર -કલીનરની ધરપકડ કરીને દાણચોરી કરનારા શખ્સોની ભાળ મેળવવા પૂછપરછ હાથ ધરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.