ભારતમાં હોકી રાષ્ટ્રીય રમત હોવા છતાં લોકોમાં અહીં ક્રિકેટનો ક્રેઝ છે. ભારતમાં ક્રિકેટ માટે માત્ર લોકોનો ક્રેઝ જ નથી,પરંતુ ક્રિકેટરો માટે પણ તેનો ક્રેઝ છે. જ્યાં ક્રિકેટરો જોવા મળે છે, ત્યાં તેમની એક ઝલક માટે ભીડ એકઠી થઈ જાય છે. હવે સોશિયલ મીડિયામાં પણ ક્રિકેટરો તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફેન ફોલોઇંગ મામલે બધાને પાછળ છોડી દીધા છે. કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 100 કરોડ ફોલોઅર્સને પણ પાર કરી ગયા છે. કોહલી ભારતીય પ્રથમ ખેલાડી છે જેના આટલા ફોલોઅર્સ છે.
આ રેકોર્ડ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે કહોલીનું ઈલીટ ક્લબમાં સ્વાગત કર્યું હતું. અત્યાર સુધીમાં 100 કરોડ ફોલોઅર્સનો રેકોર્ડ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, મેસ્સી અને નેમારના નામે છે. જો તમે ભારતીય સેલેબ્સના ફોલોઅર્સની વાત કરો તો કોહલી પછી સૌથી વધુ ફોલોઅર્સ પ્રિયંકા ચોપરાના છે.
વિરાટ કોહલીના ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર જ નહીં, ફેસબુક ઉપર પણ છે. ફેસબુક પર કોહલીના પેજ પર 36 મિલિયન લાઈક્સ છે. આટલું જ નહીં 40.8 મિલિયન લોકો ટ્વિટર પર પણ કોહલીને ફોલો કરે છે. કોહલીએ તેના કેટલાક અંગત ફોટા તેના ચાહકો સાથે શેર કર્યા છે, પરંતુ કેટલીકવાર તે પ્રમોશનલ વીડિયો અથવા પોસ્ટ પણ કરતા રહે છે. એવું કહેવામાં આવે છે કે કોહલીની એક પોસ્ટ ખૂબ પૈસા કમાઈને આપે છે.
કોહલી ભારતના સેલેબ્સમાં મોખરે હોય, પણ દુનિયાભરમાં એવા ઘણા સેલેબ્સ છે જેમનાથી કોહલી ઘણા પાછળ છે. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સની લિસ્ટમાં પોર્ટુગલના ફૂટબોલર રોનાલ્ડો છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 266 મિલિયન ફોલોઅર્સ છે. ત્યાર બાદ નંબર આવે છે પ્રખ્યાત સિંગર એરિયાના ગ્રાન્ડે જેના 224 મિલિયન ફોલોઅર્સ છે.