30 એપ્રિલે બારામુલ્લામાં હુમલો કરનાર 4 લશકર આતંકીઓ સહિત 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાશ્મીર રેન્જના આઈજી સ્વયં પ્રકાશ પાણિના જણાવ્યા પ્રમાણે લશકર-એ-તૌઈબાના જે 4 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમાંથી 2 બારામુલ્લામાં અન્ય ત્રણ યુવકોની હત્યામાં પણ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે, આતંકીઓને પૂછપરછમાં ડિસેમ્બર 2017 અને આ વર્ષે જાન્યુઆરીમાં બારામુલ્લા પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલાનો કેસનો પણ ઉકેલ આવવાની શક્યતા છે.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે 6 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જે આતંકીઓને આશરો આપે છે અને તેમના આવવા-જવાની વ્યવસ્થા કરી આપે છે.જોઈન્ટ ઓપરેશનમાં પોલીસ, સીઆરપીએફ અને સેનાએ આતંકીઓના ઠેકાણેથી 2 એકે રાઈફલ્સ, ચાઈનીઝ પિસ્ટલ, 4 હેન્ડ ગ્રેનેડ, 50 રાઉન્ડ,ચાર મેગેઝીન અને 2 પિસ્ટલ મેળવી લીધી છે. આતંકીઓ સાથે પૂછપરછમાં પોલીસ અને સુરક્ષાબળોને સોપોર-બારામુલ્લા પટ્ટી પર ચાલતા લશકર મોડ્યુલનો ખુલાસો કરવામાં પણ મદદ મળી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com