ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામે સેઢા પાસે બનાવેલા ઉકરડો હટાવવાના પ્રશ્ર્ને ગરાસીયા અને મુસ્લિમ જૂથ્થ વચ્ચે થયેલી અથડામણમાં સંડોવાયેલા દસ શખ્સોને લોડેડ રિવોલ્વર, કુહાડી, ધારિયા અને પાઇપ સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામના કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા અને જાહિદ ઉર્ફે રાહીદ મુસા નારેજા વચ્ચે ખેતરના સેઢે ખાતર નાખવા બાબતે ચાલતી અદાવતના કારણે બઘડાટી બોલતા મુસ્લિમ શખ્સોએ પરવાનાવાળી રિવોલ્વરની લૂંટ ચલાવી ત્રણ યુવાન પર ખૂની હુમલો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે ગરાસીયા જૂથ્થ સામે પણ માર માર્યા અંગેની ફરિયાદ નોંધાઇ હતી.
ત્રણ ગરાસીયા યુવાન પર ખૂની હુમલો કરી રિવોલ્વરની લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા અમીન મુસા નારેજા, કાદર રણમલ નારેજા, હુસેન ઇબ્રાહીમ કાતિયાર, મુસા કાસમ નારેજા, જાહિદ મુસા નારેજા, હબીબ તૈયબ નારેજા, વલી મામદ તૈયબ નારેજા, વસીમ હબીબ નારેજા, તોહીદ વલીમામદ નારેજા અને રિઝવાન આમદ નારેજાની લોડેડ રિવોલ્વર, કુહાડી, ધારિયા અને પાઇપ સાથે ઇન્ચાર્જ પી.આઇ. કે.કે.જાડેજા, પી.એસ.આઇ. વાય.બી.રાણા, એ.એન.ગાંગણા, કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ ધાધલ, કુલદીપસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.