પોલીસ,વન વિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા સયુંકત ઑપરેશન પાર પાડી તમિલનાડુ,કેરેલા,ઓરિસ્સા અને આસામના શખ્સોની કરી અટકાયત
પોરબંદર નજીકના દરીયામાંથી ડોલ્ફીન અને શાર્ક માછલીના શિકારનું કારસ્તાન વનવિભાગ,પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરીને પકડી પાડવામાં આવ્યું છે.જેમાં તમીલનાડુ રજીસ્ટ્રેશનની બોટમાંથી ૨૨ ડોલ્ફીનના મૃતદેહ તથા ૪ શાર્કના મૃતદેહ મળી આવ્યા હતા.૧૦ શખ્સોને ઝડપી લઇ વન વિભાગે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
પોરબંદરથી માધવપુર સુધી ના દરિયામાં મોટી સંખ્યા માં ડોલ્ફીન માછલીઓ વસવાટ કરી રહી છે. ડોફ્નિ એ ત્યારે વનવિભાગના શેડયુલ-૧ માં આવતો જીવ હોવાથી તેના શિકાર ઉપર પ્રતિબંધ છે.આમ છતા આંતરરાજ્ય ગેંગ દ્વારા પોબંદર નજીકના દરીયામાં ડોલ્ફીન માછલીનો શિકાર થતો હોવાની ચોકકસ માહિતી વનવિભાગને મળી હતી.જેમાં ભારતીય તટરક્ષક દળને એક ધ્યાનાસ-2 નામની શંકાસ્પદ બોટ જોવા મળી હતી. જે બોટને કોસ્ટગાર્ડે રોકાવી અને પુછપરછ હાથ ઘરી હતી.
પુછપરછ દરમિયાન બોટમાં સવાર ખલાસીઓની શંકાસ્પદ હિલચાલ જણાતા બોટની તલાશી લેવામા આવતા બોટમાંથી પ્રતિબંધિત 25 જેટલી વ્હેલ માછલી અને શાર્ક માછલીઓનો જથ્થો મળી આવ્યો હતો. કોસ્ટગાર્ડ દ્વારા બોટમાં સવાર ખલાસીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, આ ખલાસીઓ ગત 26 ફેબ્રુઆરીના રોજ કોચી ખાતેથી નીકળેલા હતા. કોસ્ટગાર્ડ દ્વારા ઓરિસ્સાના માયાધાર મનાધર રાઉત (ઉ.વ. ૩૭), કેરલાના ગીલતુશ એબેઝ પુષ્પાકડી (ઉ.વ. ૬૨), નીહાલ સમસુદીન કુનાશેરી (ઉ.વ. ૨૬), આસામના સનસુમન જયલાલ બાસુમાતરે (ઉ.વ.૩૧), તમીલનાડુના સેલવન સુરલેશ (ઉ.વ. ૪૫), આસામના રણજીત ગોવિંદ બોરો (ઉ.વ. ૨૮), તમીલનાડુ રાજકુમાર તનીશા રાજ (ઉ.વ. ૫૨), એન્થોની બરલા (ઉવ. ૫૦), આન મરીચારની પીલ્લાઇ (ઉ.વ. ૪૭), તથા તમિલનાડુ ના સાજીત સુકુમાર( ઉં.વ. ૨૨)ની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ શખ્સો તા ૨૬ ફેબ્રુઆરી એ કોચીન બંદરે થી બોટ મારફત રવાના થયા હોવાનું જણાવ્યું હતું. અને હાલ તેને વન વિભાગને હવાલે કરવામાં આવ્યા હતા.
જ્યારે પોલીસ દ્વારા આરોપીઓની પૂછતા જ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ પ્રથમ ડોલ્ફિન માછલીઓનો શિકાર કરી તેના ટુકડા કરી શાર્ક માછલીઓનો શિકાર કરી પકડતા હતા. હાલ પોલીસે આરોપીઓ આ માછલીઓનું ક્યાં વેચાણ કરવાના હતા અને આ કારસ્તાનમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી છે.