વર્ષ 2008માંના કેસમાં આ નીચલી અદાલતે 10 કોંગી અગ્રણીને 1 વર્ષની સજા અને 160 કાર્યકરોને નિર્દોષ છોડી મૂકયા હતા
અદાલતનો ચુકાદો સાંભળવા કોંગી કાર્યકરોનો જમાવડો
જસદણના તત્કાલીન ધારાસભ્ય કુંવરજી બાવળીયાની 12 વર્ષ પૂર્વે જમીન કૌભાંડમાં થયેલી ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કલેકટર કચરીમાં ધરણા અને રજુઆત કરવા વેળાએ પબ્લીક પ્રોપટીને નુકશાન કરવા અંગેનો ચાર ધારાસભ્ય સહીત 179 શખ્સો સામે નોંધાયેલા ગુનામાં નીચલી કોર્ટે કોંગ્રેસનાં બે ધારાસભ્ય સહિત 10 અગ્રણીને એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જ્યારે 160 શખ્સોને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. નીચલી કોર્ટના હુકમ સામે ઉપલી કોર્ટમાં કરેલી અપીલની સુનાવણી ચાલી જતા કોંગીના બે ધારાસભ્ય સહિત 10ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. દરમિયાનઆ કેસની વધુ વિગત મુજબ જસદણ તત્કાલીન ધારાસભ્ય કુંવરજી બાવળીયા સામે વર્ષ 2008માં જમીન કૌભાડનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કુંવરજી બાવળીયાની ધરપકડ કરવામાં આવી હતી.
જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ અને કલેકટરને આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજયો હતો.
તે દરમિયાન ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. કલેકટર કચેરીમાં ગેરકાયદેસ મંડળી રચી પથ્થર મારો કરી પબ્લીક પ્રોપટીને રૂા પ લાખનું નુકશાન પહોચાડયાની પ્ર.નગર પોલીસ મથકમાં કોંગ્રેસનાં 179 અગ્રણી સહિત 1500 લોકો સામે ફરીયાદ નોંધાવી હતી.
તણાસપૂર્ણ થતા કોર્ટમાં ચાજર્શીટ રજૂ થતાં કેસની સુનાવણી નીચલી કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમ્યાન વિઠ્ઠલભાઇ રાદડીયા અને પોપટભાઇ જીજંરીયા સહીત નવ આરોપી અવસાન પામ્યા હતા.નીચલી કોર્ટે ધારાસભ્ય ભીખાભાઈ જોષી, જાવેદ પીરજાદા, પૂર્વ ધારાસભ્ય દેવજી ફતેપરા, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપુત, ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, ભીખુભાઇ વાળોતરીયાને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. નીચલી કોર્ટના સજાના હુકમ સામે નારાજ કોંગી અગ્રણીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલની સુનાવણી ન્યાયાધીશ એચ.એમ.પવારની અદાલતમાં ચાલી જતા કોંગીના બે ધારાસભ્ય સહિત 10ને શંકાનો લાભ આપી નિરદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.આ કેસમાં કોંગી અગ્રણીઓના બચાવ પક્ષે એડવોકેટ પિયુષભાઈ શાહ, અનિલભાઈ દેસાઈ, દિલીપભાઈ પટેલ, તુષારભાઈ ગોકાણી, ભવિનભાઈ દફ્તરી, અર્જુનભાઈ પટેલ, રિપન ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ, સંજય પંડયા, મનીષ પંડયા, રાજુભાઇ ધ્રુવ અને ઇરશાહ શેરશીયા અને સત્યજીતસિંહ ભટ્ટી તેમજ સ્પે.પી.પી. તરીકે મહેશ જોષી રોકાયા હતા
એક વખતના સાથી દારો સામસામે
જસદણના તત્કાલીન કોંગીના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળીયાનું જમીન કૌભાંડમાં સંડોવણી ખુલતા પોલીસે કુંવરજી બાવળીયાની ધરપકડના વિરોધ કોંગી દ્વારા રાજકોટ ખાતે કરાયેલા વિરોધ બાદ કલેકટરને રજુઆત બાદ કરાયેલી તોડફોડના ગુનામાં બે ધારાસભ્ય સહિત 10 કોંગી અગ્રણીઓને એક વર્ષની કેદની સજા ના હુકમ સામે અપીલ કરી હતી.
કોંગી દ્વારા જેના વિરોધ અને તોડફોડ કરવામાં આવેલા તેવા કુંવરજી બાવળીયા કોગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરી હાલ મંત્રી પદ ભોગવી રહ્યા છે. તયારે તેના માટે વિરોધ કરનાર એક વખતના સાથી દારો સામસામે છે.