હૈદરાબાદના અગસત્ય જૈસવાલે આ વર્ષે માર્ચમાં કોમર્સ પ્રવાહમાં ૧રમાં ધોરણની પરીક્ષા ૬૩ ટકાની સાથે પાસ કરી ચાઇલ્ડ જીનિયર્સ તરીકે નામના મેળવી
ધોરણ ૧રની પરિક્ષા પાસ કરવી તે કોઇ નવાઇની વાત નથી પરંતુ ૧૧ વર્ષનો બાળક ૧રમાં ધોરણની પરીક્ષા આપી પાસ કરે તે જરુર આશ્ર્ચર્યમય રહે તેમ છે. જી હા, હૈદરાબાદના અગસત્ય જૈસવાલે માત્ર ૧૧ વર્ષની ઉંમરે કોમર્સ પ્રવાહમાં ૧રમા ધોરણની પરીક્ષા પાસ કરી ચાઇલ્ડ જીનયર્સ તરીકે નામના મેળવી છે.
અગસત્યના પિતા અશ્ર્વાની જૈસવાલે જણાવ્યું કે, અગસત્યે આ ઇન્ટરમીડીએટ સેક્ધડ યર એકઝીમીનેશન ૬૩ ટકાની સાથે પાસ કરી છે. મારો પુત્ર રાજયમાં પ્રથમ બાળક છે કે જેણે આટલી નાની ઉંમે ધો.૧રની પરીક્ષા પાસ કરી હોય. અગસત્ય હૈદરાબાદની સેન્ટ મેરી જુનીયર કોલેજમાં અભ્યાસ કરે છે અને તેને આ વર્ષે માર્ચમાં ૧રમાં ધોરણની પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આજરોજ જાહેર થયું હતું. જેમાં અગસત્યે ૬૩ ટકા મેળવેલા છે.
અગસત્ય જેસવાલે ધો.૧૦ની પરીક્ષા વર્ષ ૨૦૧૫માં માત્ર ૯ વર્ષની ઉંમરે પાસ કરી હતી. બોર્ડની પરીક્ષા આપવાની યોગ્ય ઉંમર ન હોવાથી અને યોગ્ય ઉમર કરતા ૬ વર્ષ અગાઉથી જ બોર્ડની પરીક્ષા આપવા માટે તેલગાંણા એસએસસી બોર્ડ પાસેથી મંજુરી લેવામાં આવી હતી.
બોર્ડ ઓફ ઇન્ટરમીડીએટ એજયુકેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ બાળકે માત્ર વિષયોને સંબંધીત માહીતી અને જાણકારીને આધારે જ પરીક્ષા આપી હતી. તેણે ધોરણ ૧રની પરિક્ષા હૈદરાબાદમાં જયુબેલી હીલ્સ્ટે આવેલી ચૈતન્ય જુનીયર કલાશાળા સેન્ટરમાં આપી હતી. અગસત્યે નાની ઉંમરે બોર્ડની પરીક્ષા ઉતીર્ણ કરી ચાઇલ જીનીયર્સ તરીકેની નામના મેળવી છે.