શહેરમાં અકસ્માતના બનાવમાં ૩૫ ટકાનો ઘટાડો: ટ્રાફિક નિયમોનું પાલન કરી અકસ્માત અને માનવ જીંદગી બચાવો: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને શ્રધ્ધાંજલી પાઠવવાના શુભાશય દ્વારા રાજકોટ શહેર પોલીસતંત્ર દ્વારા વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ નિમિતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત રાજકોટ શહેર પોલિસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે દીપ પ્રાગટ્ય કરી હતી.
દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારલોકોની સ્મૃતિમાં તેઓને શ્રધ્ધાંજલી અર્પણ આપવાના ભાગરૂપે તથા રોડ અકસ્માતો નિવારવા માટે જનજાગૃતિ ફેલાય તેવા શુભાશય થી વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સની ઈ.સ.૧૯૯૫ થી ફેડરેશન ઓફ રોડ ટ્રાફીક વિકટીમ્સ (Federation of Road traffic Victims)ની ઉજવણી કરવામાં આવે છે. ૨૬ ઓક્ટોબર ૨૦૦૫ના રોજ સંયુક્તરાષ્ટ્ર સંધની સામાન્ય સભા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યા બાદ આ દિવસને World Day of Remembrance તરીકે સ્વિકૃતિ આપવામાં આવી હતી. વર્ષ૨૦૧૯ની થીમ Life is not a car parts રાખવામાં આવી છે.જેનો મતલબ છે કે આપણી જીંદગી કોઈ કારના સ્પેર પાર્ટસ નથી કે ગમે ત્યારે બદલી શકાય. વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ નિમીતે રાજકોટ શહેર પોલીસ તંત્ર તથા ઉપસ્થિતસ્વજનો દ્વારા રાજકોટ શહેરમાં એક વર્ષ દરમ્યાન થયેલા ૧૪૦ જીવલેણ અકસ્માતના મૃતકોને પુષ્પો અર્પણ કરીને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રોડ અકસ્માતમાં વ્યક્તિ ખુદની અથવા અન્યોની ભુલના કારણેસ્વજનો ગુમાવે છે તે સૌથી મોટી કરૂણતા છે. વ્યક્તિનું રોડ અકસ્માતમાં મરણ થાય ત્યારે સમગ્ર પરિવારનું ભવિષ્ય અંધકારમય બને છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને અકસ્માતો અને મહામુલી માનવ જીંદગી બચાવીએ રાજ્ય સરકારઅને સુરક્ષા તંત્ર રોડ અકસ્માતો અટકાવવા માટેસતત પ્રયત્નશીલ છે.આ અભિગમના ભાગરૂપે એપ્રિલ-૨૦૧૮ થી લઇને ઓક્ટોબર-૨૦૧૯ દરમ્યાન રાજકોટ શહેરમાં થતા અકસ્માતોમાં ૩૫% જેટલો ધટાડો નોંધાયો છે.
પોલીસ કમિશ્ર્નરે રાજકોટની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, જનતા જનાર્દન ટુ વ્હિલર ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરે, ફોર વ્હિલર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરે, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળે તથા ભીડભાડ વાળા વિસ્તારોમાં વાહનો ઓવર સ્પિડમાં ન ચલાવી નક્કી કરેલી સ્પિડમાં ચલાવે તો જીવલેણ અકસ્માતો મહત્તમ હદે ટાળી શકાય તેમ છે. આ તકે નિવૃત આર.ટી.ઓ ઓફીસર જે.વી.શાહે જણાવ્યું હતું કે, રોડ અકસ્માત સમયે ઈજા પામનારકે ભોગ બનનારને સેવાભાવે મદદ કરનાર સેવાભાવી વ્યક્તિની તંત્ર દ્વારા કોઈપણપ્રકારની કનડગત કરવામાં આવતીનથી.
વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ નિમીતે રાજકોટ જિલ્લામાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી બે મિનીટનું મૌન પડાયું હતું. આ પ્રસંગે અધિક પોલીસ કમિશ્ર્નર ખુરસીદ અહેમદ, નાયબ પોલિસ કમિશ્રનર ડો.રવી મોહન સૈની, તથા નાયબ પોલિસ કમિશ્રનર મનોહરસીંહ જાડેજા,અન્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તથા મૃત્યુ પામનાર વ્યક્તિના સ્વજનો અને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.