રાજકોટની ત્રંબા સ્થિતિ ભરાડ વિશ્ર્વ વિદ્યાપીઠમાં સૌરાષ્ટ્રના ૩૦૦થી વધુ કર્મચારીઓએ મેળવી તાલીમ
રાઈટ ટુ એજયુકેશન (આરટીઈ) અંતર્ગત ધો.૧માં વિદ્યાથીઓને પ્રવેશ અંગેની કાર્યવાહી આગામી તા.૧૯ એપ્રીલથી શરૂ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જેની પ્રવેશ પ્રક્રિયા ૧૯મી એપ્રીલ થી ૫ મે સુધી ચાલવાની છે. જે અંતર્ગત આજે રાજકોટની ત્રંબા સ્થિતિ ભરાડ વિશ્ર્વ વિદ્યાપીઠમાં સૌરાષ્ટ્રના ૩૦૦થી વધુ કર્મચારીઓએ તાલીમ મેળવી હતી. આજે સવારી જ ભરાડ વિશ્ર્વ વિદ્યાપીઠ સ્કૂલ ખાતે કર્મચારીઓને રીસીવીંગ સેન્ટર પર બેસી કઈ રીતે કામગીરી કરવી તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ ટ્રેનીંગ સેમીનારની શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડ રાજકોટના ડીઈઓ એમ.આર.સગારકા તેમજ ગાંધીનગરના નાયબ શિક્ષણ નિયામક એસ.પી.ચૌધરી દિપ પ્રાગટય કરી શરૂઆત કરી હતી. આ ઉપરાંત આ સેમીનારમાં જામનગરના ડીઈઓ કણસાગરા, નાયબ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી તેમજ શાસનાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ સેમીનારમાં ભાવનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, મોરબી, ગીર-સોમના, રાજકોટ, જામનગર, અમરેલી અને કચ્છના લગભગ ૩૦૦ થી વધુ કર્મચારીઓએ તાલીમ મેળવી હતી. આ તાલીમમાં કર્મચારીઓને રીસીવીંગ સેન્ટર ખાતે બેસીને કઈ રીતે આરટીઈ એડમીશનનું ફોર્મ ભરવું તેમજ વાલીઓને ફોર્મ ભરતી વખતે કોઈ અડચણ ન પડે તે માટે કયાં મુદ્દાનું ધ્યાન રાખવું તેની જાણકારી આપવામાં આવી હતી.
ગાંધીનગરી આવેલા નાયબ શિક્ષણ નિયામક ડો.એસ.પી.ચૌધરીએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં આરટીઈ અંતર્ગત નબળા અને ગરીબ વર્ગના બાળકોને સ્કૂલોમાં વિનામુલ્યે પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ કાર્યવાહી વ્યવસ્થિત ચાલે, વાલીઓને અડચણ ન પડે અને તેની મદદ કરી શકાય તેમજ તેમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે રીસીવીંગ સેન્ટર રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનમાં પણ રીસીવીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. રીસીવીંગ સેન્ટરના કર્મચારીને તાલીમ આપી આવનારા વાલીઓને વધુમાં વધુ સારી રીતે ફોર્મ ભરવા મદદ કરી શકાય તે માટે આજે ટ્રેનીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજય સરકાર લગભગ ૯૮૪૦ બિનઅનુદાની પ્રામિક શાળામાં લગભગ ૧ લાખ જેટલા વિર્દ્યાથીઓને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવાની કામગીરી તેમજ ૧૯મી એપ્રીલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારબાદ તબકકાવાર કાર્યવાહી હા ધરવામાં આવશે. ખાસ તો આ વખતે આવકનો દાખલો ઈ-ધારા કેન્દ્રનો જ માન્ય રાખવામાં આવશે. રાજય સરકારના નિયમ પ્રમાણે જે દાખલા જૂના હોય તેને ત્રણ વર્ષ સુધી માન્ય કરવામાં આવે છે. મામલતદાર, ટી.ડી.ઓ.નો દાખલો જ માન્ય રાખવામાં આવે છે. આ વખતે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com