ગ્લોબલ વોર્મિંગ જેવી આંતરરાષ્ટ્રીય સમસ્યા સામે સૌના સહયોગથી રાજકોટ મનપાની લડત
મેયર ડો.જૈમન ઉપાધ્યાય જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે છે. જેના અનુસંધાને આગામી ૧લી ઓગસ્ટના રોજ શહેરના તમમાં વોર્ડમાં એકી સો વૃક્ષારોપણ ાય તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. વૃક્ષારોપણના અનુસંધાને તંત્ર દ્વારા શહેરની સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક વિગેરે સંસઓ સો મીટીંગનું આયોજન કરવાંમાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ ભાજપ પ્રેરિત સંસઓને જ મીટીંગમાં બોલાવેલ તેવું નિવેદન કરેલ છે જે દુ:ખદ બાબત છે. વૃક્ષારોપણ કાર્યક્રમ સમગ્ર રાજકોટના શહેરીજનો માટે ઉત્સવ સમાન છે.
આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસનો કોઈ ભેદભાવ રખાશે નહિ. જે તે વોર્ડમાં વૃક્ષારોપણ માટે ત્યાના સનિક કોર્પોરેટરઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને તેઓના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. શહેરમાં પ્રદુષણ ઘટે રળિયામણું શહેર બને તેવા ધ્યેય સો વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે મેઘરાજાએ પણ ખુબ જ કૃપા કરી છે. ત્યારે ઘનિષ્ઠ વૃક્ષારોપણ સૌનો કાર્યક્રમ છે. તેમ માની તમામ કોર્પોરેટરઓ, સંસના હોદ્દેદારઓ, શહેરીજનો વિગેરેને જોડાવા મેયરએ અપીલ કરેલ છે.
ગ્લોબલ વોર્મિંગ જેવી આંતરરાષ્ટ્રીય સમસ્યા સામે સૌના સા સહયોગી રાજકોટ મહાનગરપાલિકા તંત્ર લડત આપવા જઈ રહ્યું છે, વિપક્ષે પર્યાવરણીય પ્રવૃતિમાં ઉમળકા ભેર જોડાવું જોઈએ, અને જોડાવા માટે તંત્ર પણ નિમંત્રણ આપશે. તેમ મેયરએ અંતમાં જણાવેલ હતું.