લાઇફ ગાર્ડ્સે પાંચમાંથી ચાર સ્કૂલ ગર્લ્સને બચાવી લીધી છે
ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરના બીચ પર સમુદ્રમાં ડૂબવાના કારણે પાંચમાંથી એક ભારતીય સ્ટુડન્ટનું મોત થયું છે. આ ઘટનામાં ચાર વિદ્યાર્થીનીઓને બચાવી લેવામાં આવી છે. એડિલેડમાં ચાલી રહેલા પેસિફિક સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવા પહોંચેલી આ ભારતીય સ્ટુડન્ટ ફૂટબોલની ખેલાડી છે. આ ઘટના રવિવારે સાંજે બની, જેમાં રસ્ક્યૂ બાદ ચારમાંથી બે સ્ટુડન્ટ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રવિવારે સાંજે આ સ્ટુડન્ટ્સ હોલ્ડફાસ્ટ મરિના બીચ પર હતા. જ્યાં પાંચ યુવતીઓ ડૂબી ગઇ હતી. સોમવારે સવારે મળ્યો મૃતદેહ
ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ અનુસાર, મૃત યુવતીનું શબ સોમવારે સવારે કિનારા પર મળી આવ્યું હતું. એડિલેડ પહોંચેલી આ ૫ ભારતીય સ્ટુડન્ટ્સ ફૂટબોલની ખેલાડી છે. રસ્ક્યૂ કરવામાં આવેલી ચારમાંથી એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બચાવવામાં આવેલી સ્ડુન્ટ્સની ઉંમર ૧૭ વર્ષ છે જ્યારે ઘટનામાં મૃત્યુ પામેલી સ્ટુડન્ટની ઉંમર ૧૫ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પેસિફિક સ્કૂલ ગેમ્સ માટે ભારત તરફથી હોકી, ફૂટબોલ, સોફ્ટબોલ, સ્વિમિંગ અને ડાઇવિંગની ટીમ એડિલેડમાં આયોજીત સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવા પહોંચી હતી. ઓર્ગેનાઇઝરે જાહેર નથી કરી ઓળખ પેસિફિક સ્કૂલ ગેમ્સ ઓર્ગેનાઇઝર્સે આ સ્ટુડન્ટ વિશે કોઇ માહિતી બહાર પાડી નથી. પેસિફિક સ્કૂલ ગેમ્સ એક અઠવાડિયા સુધી ચાલતી ઇવેન્ટ છે.
જેમાં ૧૫ અલગ અલગ દેશોની શાળાઓમાંથી ૪,૦૦૦ સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. હોલ્ડફાસ્ટના મેયરના જણાવ્યા અનુસાર, આ એરિયામાં પહેલાં પણ માણસોના ડૂબી જવાની ઘટનાઓ બની છે. જે અંગેનું ડેન્જર બોર્ડ પણ લગાવેલું છે. ગત વર્ષે ૨૦૧૬માં નવા વર્ષની સાંજે અહીં બે યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા. ઓસ્ટ્રેલિયા ગવર્મેન્ટે ઇન્ડિયન સ્ટુડન્ટના મૃતદેહને ભારત પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.