ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા તરફ વધુ એક ડગલુ

નાણામંત્રી અરૂણ જેટલીએ કર્યું ટ્વિટ: જીએસટી કાઉન્સીલે રીયલ એસ્ટેટ ક્ષેત્રને આપી મોટી રાહત

નવીદિલ્હી ખાતે ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ એટલે કે જીએસટી દરમાં અધધ ઘટાડો કર્યો છે. એપ્રિલ માસ બાદ મકાનો ઉપર ૧ ટકો જીએસટી લગાવવામાં આવશે. ૪૫ લાખ સુધીના મકાનો ઉપર જીએસટીનો દર લગાડવા જીએસટી કાઉન્સીલે જણાવ્યું હતું.

વાત કરવામાં આવે તો જીએસટી કાઉન્સીલની બેઠકમાં અફોડેબલ હાઉસીંગના કરના દાયરામાં વધુ રાહત આપી છે જેથી ઘર ખરીદનાર લોકોને ખુબ જ મોટી રાહત મળશે અને લોકોનું જે ઘરનાં ઘરનું સ્વપ્ન સેવી રહ્યા હોય તે પણ ફળીભુત થશે. ત્યારે વાત કરવામાં આવે ૧લી એપ્રિલથી અંડર ક્ન્ટ્રકશન ઘરોમાં ૧૨ ટકાના બદલે ૫ ટકાનો જીએસટી દર લાગુ કરાશે. જયારે અર્ફોડેબલ હાઉસીંગ માટે જે પહેલા ૮ ટકાનો જીએસટી દર નિર્ધારિત કરવામાં આવ્યો હતો તેના બદલે કાઉન્સીલ દ્વારા ૧ ટકા કરવામાં આવ્યો છે. અર્ફોડેબલ હાઉસીંગની નવી પરીભાષાને પણ જીએસટી કાઉન્સીલે મંજુરીની મહોર આપી છે.

ત્યારે જાહેરાત કરતા જીએસટી કાઉન્સીલની બેઠકે જણાવ્યું હતું કે, ૪૫ લાખ સુધીના મકાનો અને તેમાં પણ મેટ્રો શહેરમાં આવતા મકાનો જે સાઈટ વર્ગ મીટરના હોય અથવા તો નોન મેટ્રો શહેરમાં જે મકાનો ૯૦ વર્ગ મીટરના કાર્પેટ એરિયામાં આવતા હોય તે તમામ મકાનોને અર્ફોડેબલ હાઉસીંગમાં સ્થાન અપાશે ત્યારે રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડરોને ઘટાડેલા જીએસટી દરના કારણે જે સિમેન્ટ, સ્ટીલ જેવા મટીરીયલોમાં જે બિલ્ડરોને ઈનપુટ ટેકસ ક્રેડીટ મળતી હતી તે હવે નહીં મળે.

નાણામંત્રી અ‚ણ જેટલીએ ટવીટ કરી જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સીલે રીયલ એસ્ટેટ ક્ષેત્રને બહુ જ મોટી રાહત આપી છે. આનાથી હાઉસીંગને ખુબ જ ફાયદો થશે. અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સીલે લોટરી ઉપર પોતાનો નિર્ણય નિર્ધારીત કર્યો છે. જેને લઈ મંત્રીઓના સમુહ દ્વારા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે અને આ અંગેની બીજી બેઠક આગામી સમયમાં યોજાશે.

કહેવામાં આવી રહ્યું છે કે રીયલ એસ્ટેટ ક્ષેત્રે ધોરાજીના દરમાં ઘટાડો થવાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને ખુબ જ સારો વેગ મળશે. અત્યાર સુધી વધુ ટેકસ હોવાના કારણે જે લોકો મકાન લેવાનું સ્વપ્નુ સેવતા હતા તેને અનેકવિધ તકલીફનો સામનો કરવો પડતો હતો પરંતુ જીએસટી દરમાં ઘટાડો થવાની સાથે જ તેમનું સ્વપ્નું સાકાર થશે તેવી પણ વાત સામે આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.