નરેન્દ્રબાપુની હાજરીમાં 24કલાક તાવડા ચાલ્યા: અનેક સેવકોએ ભાવભેર આપ્યું શ્રમદાન

આપાગીગાનાં ઓટલા દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિમાં આશ્રિતોની જઠરાગ્નિ ઠારવા માટે 1.ર5 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. નરેન્દ્રબાપુની હાજરીમાં ર4 કલાક તાવડા ચલાવવામાં આવ્યા હતા. આ ફુડ પેકેટ તૈયાર કરવા મોટી સંખ્યામાં સેવકોએ શ્રમદાન આપ્યું હતું. આમ કપરી પરિસ્થિતિમાં આપાગીગાનાં ઓટલા દ્વારા આશ્રિતોને અનન્ય સેવા પુરી પાડવામાં આવી છે.

વાયુ વાવાઝોડાની સંભવિત અસરનાં પગલે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. જે માટે જિલ્લા વહિવટી તંત્રએ સેવાભાવી સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થાનકો પાસેથી મદદ માંગી હતી ત્યારે વહિવટી તંત્રની એક અપીલથી આપાગીગાનાં ઓટલા દ્વારા 1.ર5 લાખ ફુડ પેકેટની સહાયની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ નરેન્દ્રબાપુની હાજરીમાં આપાગીગાનાં ઓટલે ર4 કલાક તાવડા ચલાવીને 1.ર5 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા.

1-five-lakh-food-packets-were-prepared-by-apadigigas-otla

આ પેકેટ જિલ્લા વહિવટી તંત્રને સોંપી દેવામાં આવ્યા છે. જેનું આશ્રય સ્થાનો ખાતે લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ આપાગીગાનાં ઓટલા દ્વારા આશ્રિતોની જઠરાગ્નિ ઠારવા માટે દિવસ-રાત મહેનત કરી 1.ર5 લાખ ફુડ પેકેટ તૈયાર કરીને જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.