રાજકોટ શહેર, ગ્રામ્ય, મોરબી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં લોક ડાઉનનો કડક અમલ
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કરાયેલા લોક ડાઉનનો ભંગ કરી રાજકોટ, રૂરલ, મોરબી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ૩નગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને બોટાદના ૭૬૬ શખ્સોને વિના કારણે આટા ફેરા કરતા પોલીસે જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી છે.
રાજકોટ શહેરના રામનાથપરા, દિવાનપરા, જ્યુબીલી ચોક અને ગરૂડની ગરબી પાસેથી ૧૦ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પારેવડી ચોક, ગાર્ડન રેસ્ટોરન્ટ અને બેડીપરા શૈફી કોલોનીમાંથી ૯ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. દુધ સાગર રોડ, કુબલીયાપરા અને રાજારામ સોસાયટીમાંથી ૫ શખ્સોની થોરાળા પોલીસે ધરપકડ કરી છે. નંદા હોલ, કોઠારિયા રોડ અને શેઠ હાઇસ્કૂલ પાસેથી ૪ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. સોખડા બાયપાસ, રફાળા, બેડલા, ગુંદા અને કુવાડવા ગામમાંથી ૧૩ શખ્સોને કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. સુરભી સોસાયટી, કૈલાશ પાર્ક અને કોઠારિયા રોડ પરથી ૫ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. સિલ્વર સ્ટોન સોસાયટી, એસ્ટ્રોન સોસાયટી, સિતારામ ગૌશાળા અને અમીન માર્ગ પરથી ૧૩ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. ગાયકવાડી, જામટાવર અને પોપટપરા ૭ શખ્સોને પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ગાંધીગ્રામ એસ.કે.ચોક પાસેથી એક શખ્સની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. વૃંદાવન સોસાયટી અને કણકોટ ગામ પાસેથી બે શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. પુષ્કરધામ, રૈયા રોડ તુલશી શાક માકેર્ટ, ગુરૂજીનગર આવાસ યોજના, સાધુવાસવાણી રોડ અને વિમલનગરમાંથી ૧૦ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે.
લોક ડાઉનની ઐસી કી તૈસી કરી ને મહેશ્ર્વરી સોસાયટીના ધવલ રાજુ ગોહેલ અને શ્રમજીવી સોસાયટીના જયરાજ ચંદ્રેશ દેવડા નામના શખ્સોએ અમીન માર્ગ પર ગત તા.૯મી માર્ચે રાતે કારમાં જઇ કારમાં મોટા અવાજ સાથે ટેપ વગાડી કારની લાઇટના અંજવાડે ટીક ટોક ડાન્સ કરી જાહેરનામાનો ભંગ કર્યાનું પોલીસના ધ્યાને આવતા બંને શખ્સો સામે ગુનો નોંધી બંને શખ્સોનું મોબાઇલમાં રેકોર્ડીગ કોણે કર્યુ તે અંગે તપાસ હાથધરી છે. જ્યારે શૈફી કોલોનીમાં મુબારક એપાર્ટમેન્ટની અગાશી પર ખાણી-પીણીની મહેફીલ યોજનાર જોયલ હાતીમ માકડા, જુજર મહંમદ દાઉદી, હાતીમ અબ્બાસ દાઉદી, હુસેન સજાદ દાઉદી, ખોજેમા ફજલેઅબ્બાસ માકડા અને શૌકત તાહેરઅલી કપાસી નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૪, લોધિકાના ૨૨, ધોરાજીમાં ૨૬, જામકંડોરણામાં ૫, જેતપુરમાં ૭, વિરપુરમાં ૧૨, ગોંડલમાં ૨૯, પડધરીમાં ૧૭, ઉપલેટામાં ૪, ભાયાવદરમાં ૧૨, પાટણવાવમાં ૬, જસદણમાં ૧૨, વિછીયામાં ૬, ભાડલામાં ૯, આટકોટમાં ૭ અને શાપરમાં ૨૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
બોટાદમાં ૬૦, દેવભૂમિ દ્વારકામાં ૪૨, ગીર સોમનાથમાં ૭૪, જૂનાગઢમાં ૧૦૭, સુરેન્દ્રનગરમાં ૭૯, મોરબીમાં ૭૭ અને જામનગરમાં ૯૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા આર બી દેવધા દ્વારા લોકડાઉનમા કડક કાર્યવાહી કરી જાહેરનામા ભંગ કરતા લોકો ઉપર વધુને વધુ કેસો કરી સખ્તાઇથી કાયઁવાહી કરવા ડિવીઝનના તમામ પોલીસ સ્ટેશનનોના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવતા ગઈકાલ રોજ ફક્ત એકજ દિવસમા ૪૦ જેટલા જાહેરનામા ભંગના ગૃન્હા દાખલ કરી તે ગુનાઓમા આશરે ૪૯ જેટલા ઇસમો અટકાયત કરી કાયઁવાહી કરવામા આવી છે. આ ૪૦ દાખલ ગૃન્હાઓ ડિવિઝનમા આવતા પોલીસ સ્ટેશન જેમા ધ્રાંગધ્રા સિટીમા -૭, ધ્રાંગધ્રા તાલુકામા -૧૦ , માલવણ પોલીસ સ્ટેશનમા – ૮ , જ્યારે પાટડી પોલીસ સ્ટેશનમા- ૬ , ઝીંઝુવાડા -૫ તેમજ ૪૦ જાહેરનામા ભંગ કેસો કરી ૪૯ ઇસમો ની ધરપકડ કરવામા આવેલ છે આ ઉપરાત વાહન ડિટેઈનમા જોતા ધ્રાંગધ્રા સિટી મા-૧૩, ધ્રાંગધ્રા તાલુકામા-૫ , માલવણ પોલીસ સ્ટેશનમા- ૩ દશાડા પોલીસે- ૨ પાટડી- ૫ એમ કુલ ૨૯ વાહન ડિટેઈન કરવામા આવેલ છે.
વેરાવળ
વેરાવળ કોરોના વાઇરસ લઈ જિલ્લા મે.જા. ભંગ સંદર્ભે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એ એસ પી અમિત વસાવા ની સૂચના મુજબ પોલીસ પેટ્રોલીંગ દરમિયાન વેરાવળ પો.સ્ટે. ૫, પ્રભાસ પાટણ પો.સ્ટે. ૧૨,મરીન પો.સ્ટે.૨,સુત્રાપાડા પો.સ્ટે.૨ કુલ ૨૧ વ્યક્તિ ઓ સામે જિલ્લા મે. જાહેરનમાં ભંગ સબબ અલગ અલગ સ્થળ પર થી વિવિધ આઇપીસી મુજબ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ચેકીંગ દરમ્યાન ૭ વાહનો ડીટેન તેમજ સ્થળ દંડ ૨૫૦૦ વસૂલવામાં આવેલ છે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે બિન જરૂરી ધરની બહાર ન નીકળવું.