3.97 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 2.03 લાખ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા આવ્યા: ડાંગ જિલ્લામાં સૌથી ઓછા અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
રાજયના ધો. 8 ના વિઘાર્થીઓ માટે રવિવારે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના સ્કોલશીપ પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, આ પરીક્ષામાં રાજયના 3.97 લાખ વિઘાર્થીઓ પૈકી 1.94 લાખ જેટલા વિઘાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા જ ન હોવાનું જાણવા મળે છે. આમ, પરીક્ષામાં માંડ પ1 ટકા જેટલી હાજરી નોંધાઇ હતી. ડાંગ જીલ્લામાં સૌથી ઓછા 27.79 ટકા જ વિઘાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે સૌથી વધુ સાંબરકાંઠામાં 69.09 ટકા વિઘાર્થીઓ પરીક્ષામાં ઉ5સ્થિત રહ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામને લગતી કામગીરી શરુ કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં પરિણામ જાહેર કરાશે.
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા વિઘાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શરુ કરી છે. જેમાં સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધો. 1 થી 8 નો સળંગ અભ્યાસ કરી ધો. 8માં અભ્યાસ કરતો હોય કે ઉર્તીણ થયો હોય અથવા આર.ટી.ઇ. ની જોગવાઇ હેઠળ ખાનગી સ્કુલમાં રપ ટકાની મર્યાદામાં જે તે સમયે ધો. 1 માં પ્રવેશ મેળવ્યો હતો હાલમાં ધો. 8 માં અભ્યાસ કરતા હોય અથવા તો પાસ થયા હોય તેમની પરીક્ષા લઇ સ્કોલરશીપ આપવાની યોજના છે. આ યોજના અંતગત પ્રથમ વર્ષે પરીક્ષા બાદ મેરિટમાં આવનારા રપ હજાર જેટલા વિઘાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવનાર છે. આ સ્કોલરશીપ વિઘાર્થીઓને ધો. 9 થી 1ર ના અભ્યાસ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ આપવામાં આવશે.
આમ, વિઘાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારના રોજ પરીક્ષાનું આયોજન કર્યુ હતું. જેમાં સવારના 11 વાગ્યાથી બપોરના 1.30 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવી હતી. રાજયના તમામ તાલુકા કક્ષાએ આ પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં 1ર0 ગુણના 1ર0 પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા. આ પરીક્ષા માટે રાજયના 3.97 લાખ વિઘાર્થીઓ નોંધાયા હતા. જેમાં ગુજરાતી માઘ્યમના 393877 વિઘાથી અને અંગ્રેજી માઘ્યના 3540 વિઘાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષા માટે રાજયમાં 1596 પરીક્ષા કેન્દ્રો અને 13515 બ્લોક નકકી કરવામાં આવ્યા હતા. દરમિયાન રવિવારના રોજ લેવામાં આવેલી આ પરીક્ષામાં રાજયમાં મોટી સંખ્યામાં વિઘાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. 3.97 લા વિઘાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. તે પૈકી પરીક્ષામાં 2.03 લાખ વિઘાર્થીઓ જ ઉ5સ્થિતિ રહ્યા હતા. જયારે 1.94 લાખ જેટલા વિઘાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. આમ કુલ 51.04 ટકા જેટલા વિઘાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા આપવા માટે ઉ5સ્થિત રહ્યા હતા.