સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા દોઢેક માસથી ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે આજે સવારે ૭:૪૨ કલાકે ગીર-સોમનાથના તાલાલામાં ૧.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વારંવાર આવતા ભૂકંપના આંચકાનું કારણ વધુ વરસાદ હોય તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે એટલે કે ૭:૪૨ વાગ્યે ગીર-સોમનાથના તાલાલાથી ૧૪ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે ૧.૯ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપની તીવ્રતા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
બીજી બાજુ છેલ્લા દોઢેક માસથી સૌરાષ્ટ્ર અને કરછમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે ત્યારે જામનગરના લાલપુરમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યો છે જેને લઇ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ગીર-સોમનાથમાં પણ વધુ વરસાદથી આંચકા આવી રહ્યા છે જો કે વૈજ્ઞાનિકોના મત મુજબ વધુ વરસાદથી ભૂસ્તરની સપાટીમાં પાણીનું સ્તર વધ્યું છે જો કે આ આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.