નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનના ડેટાએ લોકોના જીવ અઘ્ધર કર્યા
બધાને સાચવી લેવાની મુખ્યમંત્રીની ધરપત
આસામમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ખદેડવા માટે સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સીટીઝન બનાવ્યું છે. જો કે આ નિર્ણયી ઘણા ચોંકાવનારા આંકડા પ્રસ્તુત થયા છે. રજિસ્ટરના આંકડા મુજબ આસામમાં વસવાટ કરતા ૩.૨૯ કરોડ લોકોમાંથી ૧.૯ કરોડ લોકો જ ભારતીય નાગરિકતા ધરાવે છે. અલબત આ આંકડા તદન સાચા ન હોય શકે તે વાત પણ શકય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૭૧ની ૨૪ માર્ચની મધરાત બાદ આસામમાં પ્રવેશી ચૂકનાર દરેક વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવાનો નિયમ છે. જો કે, બાંગ્લાદેશને આઝાદી અપાવ્યા બાદ ભારત માટે જ બાંગ્લાદેશીઓ ખતરો બની ગયા છે. લાખો બાંગ્લાદેશીઓ આસામ તેમજ અન્ય સરહદી રાજયોમાં ગેરકાયદે ઘુસણખોરી કરી વસવાટ કરે છે. માટે આવા ગેરકાયદે ઘુસણખોરોને ખદેડવા માટે સરકારે નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીજન બનાવ્યું છે. જેમાં નાગરિકના નામ, સરનામા સહિતની વિગતો છે. જેમાં ગત વર્ષે ૩૧ ડિસેમ્બર સુધીમાં માત્ર ૧.૯ કરોડ લોકોએ જ નોંધણી કરાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જયારે આસામની કુલ વસ્તી ૩.૨૯ કરોડની છે.
અહીં સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનનો પ્રથમ ડ્રાફટ જાહેર કર્યા બાદ ગઈકાલે અપડેટ કર્યો હતો. જેમાં અફરા-તફરી મચી ગઈ હતી. કાયદો-વ્યવસ જાળવવા સરકારે ૨૨૦ આર્મ કંપનીઓને ઉતારી છે. આ મુદ્દાને ખુબજ સેનસેટીવ માનવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનને અપડેટ કરવાની કાર્યવાહી ચાલુ હતી જેને ગત ૩૦ તારીખે રીલીઝ કરવાનું હતું.
જો કે ત્યારબાદ ૧ મહિનાની સમય મર્યાદા વધારવામાં આવી હતી. આ રજિસ્ટરમાં કરોડો લોકોને ભારતીય નાગરિકતા સાબીત કરવી પડશે. ૧૯૭૧ની ૨૫ માર્ચથી પહેલા આસામમાં વસવાટ કરનારના નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાં નોંધવામાં આવી રહ્યાં છે. બીજી તરફ આસામના મુખ્યમંત્રી સોનોવાલે અફરા-તફરી રોકવા પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે, એનઆરસીમાં નામ નહીં હોય તેને ઘુસણખોર તરીકે નહીં જોવાય તેવી ધરપત આપી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, હાલ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની અમલવારી કરનાર આસામ સૌપ્રથમ રાજય છે. આસામ બાદ નાગાલેન્ડ પણ એનઆરસીને અમલમાં મુકી શકે છે. હાલ તો આસામમાં થઈ રહેલી તપાસના કારણે મેઘાલયે આસામ સોની સરહદ ઉપર બાજ નજર રાખવાનું શરૂ કર્યું છે. કારણ કે બાંગ્લાદેશીઓ સરહદેથી નાગાલેન્ડમાં ઘુસી શકે તેવી દહેશત સરકારને છે.