213358 કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરી છલકાવી: 61 ટકા નાગરિકોઓએ ઓનલાઈન વેરો ભર્યો
પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની વેરાવળતર યોજનાનું છેલ્લુ અઠવાડીયું બાકી છે. આગામી 31મીએ આ યોજના પૂર્ણ થઈ રહી છે. કોર્પોરેશન દ્વારા પ્રથમવાર 1.88 લાખ કરદાતાઓને વોટસએપ દ્વારા વેરા બીલની બજવણી કરવામાં આવી છે. ટેકસ પેટે રૂ.214.60 કરોડની આવક થવા પામી છે.
કોર્પોરેશન દ્વારા વેરા બીલો વોટ્સઅપ દ્વારા મોકલવાની યોજનાનો નગરજનોએ ભરપુર લાભ લીધો છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતુ કે મહાપાલિકા દ્વારા રાજ્યમાં પ્રથમવાર 25 થી વધુ વિભાગોની 175 થી વધારે સેવાઓ આરએમસી ઓન વોટસએપ ઉપર ઉપલબ્ધ કરવામાં આવે છે. વેરા બીલ બાબતે વિશેષ લાભ લેવામાં આવે છે.
મહાપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ મે તથા જુન માસમાં વેરા વળતર યોજના અમલમાં મુકવામાં આવે છે. જેમાં અનુક્રમે 10% અને 5% વળતર આપવામાં આવે છે. વર્તમાન સમયની લોકોની માંગને ધ્યાને લઈ, ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુસર ઓનલાઈન વેરો ભરનારને વિશેષ 1% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે 213358 નાગરિકોએ રૂ.114 કરોડ થી વધારે રકમ એડવાન્સ ટેક્સએ પેટે ભરપાઈ કરી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છલકાવેલ છે. જે પૈકી 1,35,340 નાગરિકોએ રૂ.68.26 કરોડ જેવી રકમ ઓનલાઈન ચુકવેલ છે. આમ વેરો ભરપાઈ કરનાર નાગરિકો પૈકી 63.55% નાગરિકોએ ભરપાઈ થયેલ વેરા રકમ પૈકી 60.40% રકમ ઓનલાઈન ભરપાઈ કરેલ છે.
આરએમસીઓન વોટસએપ અંતર્ગર્ત તેઓના વેરાબીલો વોટ્સઅપ દ્વારા મોકલવાની શરૂઆત કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં અંદાજે 1,87,988 વેરાબીલો વોટસઅપ થી મોકલવામાં આવેલ છે. અને આ બીલોનું વોટ્સઅપ દ્વારા પેમેન્ટ કરી શકે તેવી સુવિધા આપવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં નાના મોટા ધંધાદારીઓ વ્યવસાય વેરો ચુકવામાં સરળતા રહે તે માટે વ્યવસાય વેરો પણ વોટસઅપ દ્વારા ચૂકવી શકે તેવી સુવિધા આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે અંદાજે 12386 લોકો દ્વારા 5.20 કરોડ જેવી વ્યવસાય વેરો ભરપાઈ કરવામા આવે છે.