13 ડેમમાં ચાર ફૂટ સુધી પાણીની આવક

જળ સંગ્રહ શક્તિની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1.80 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 19.60 ફૂટે પહોંચી જવા પામી છે. 13 જળાશયોમાં ચાર ફૂટ સુધી નવા નીરની આવક થવા પામી છે. વરસાદે વિરામ લીધો છે. પરંતુ છલકાતા નદી નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક ચાલુ છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 13 ડેમમાં પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું 1.80 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટની ઉંડાઇ ધરાવતા ભાદર ડેમની સપાટી હાલ 19.60 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફ્લો થવામાં હજુ 14.40 ફૂટ બાકી છે. ડેમમાં હાલ 1800 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત આજી-2 ડેમમાં 0.49 ફૂટ, આજી-3 ડેમમાં 0.30 ફૂટ, વેરી-ડેમમાં 0.39 ફૂટ અને ન્યારી-2 ડેમમાં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે. મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.69 ફૂટ અને બંગાવડીમાં 3.94 ફૂટ પાણીની આવક થઇ છે.

જામનગર જિલ્લાના ફૂલઝર-2 ડેમમાં 2.30 ફૂટ, ડાઇમીણસર-0.39 ફૂટ, આજી-4માં 0.26 ફૂટ, ઉંડ-1 ડેમમાં 0.95 ફૂટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિવેણી ઢાંગા ડેમમાં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે. જ્યારે સોરઠી ડેમમાં 3.22 ફૂટ પાણી આવ્યું છે. જળાશયોના જળવૈભવમાં સતત વધારો થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.