મોરબી માલ પહોંચાડ્યાના પૈસા એમ.પીના બંને ભાઈઓ લઈને ભાગી જતાં એરપોર્ટ પોલીસમાં નોંધાતો ગુનો
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોઈ તેમ છેતરપિંડી અને ચોરીના અનેક બનાવો બનવા પામ્યા છે ત્યારે ગઈકાલે કુચિયાદળ ગામ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મારુતિ ફૂડ પ્રોડક્શન નામનું કારખાનું ધરાવતા કારખાને દારે તેના ટ્રક ડ્રાઇવર સાથે મોરબી પોતાનો માલ મોકલાવ્યો હતો જેના રૂપિયા 1.78 લાખ રોકડ પેમેન્ટ આવ્યું હતું. જે રૂપિયા તેનો ડ્રાઇવર અને ક્લીનર રાજકોટ લાવવાના બદલે ભાગી જતા તેમને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
માહિતી મુજબ 150 ફૂટ રીંગ રોડ પર મવડી પ્લોટ નજીક જશરાજનગર- 2માં રહેતા અને કુચીયાદડ ગામ પાસે આર.કે.-06 ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં મારૂતી ફુડપ્રોડક્ટનામે કારખાનું ધરાવતાં શૈલેષભાઈ કનુભાઈ જાદવ (ઉ.વ.47)ના ટ્રકમાં ફાઈમ્સ અને નાનખટાઈ ભરી મૂળ એમ.પી.નો ડ્રાઈવર સંતોશ સુખસેન બુકર મોરબી વેપારીઓને આપવા ગઈ તા.11ના ગયો હતો.
ત્યાંથી માલનું પેમેન્ટ લઈ તે કારખાને આવવા નિકળ્યો હતો. દરમિયાન તેના ભાઈએ ડ્રાઈવરને ફોન કરી કયા પહોંચ્યો ? તેમ પૂછતા ડ્રાઈવરે ગવરીદડ પાસે પહોંચ્યો છું અને મોરબીના વેપારીએ માલના રૂા.1.78 લાખ રોકડા આપેલ છે તે લઈ આવું છું તેમ જવાબ આપ્યો હતો. ત્યારબાદ બે કલાક પછી ફરીથી તેને ફોન કરતા મોબાઈલ બંધ આવતો હતો. જેથી શંકા જતા તેના કારખાનામાં કામ કરતા અરવિંદભાઈને તેણે ફોન કરી પૂછતા તેણે ડ્રાઈવર આવ્યો ન હોવાની વાત કરી હતી.
આથી ટ્રકમાં લગાવેલ જી.પી.એસ.ની ખાત્રી કરતાં ટ્રક તેના કારખાનાથી 1 કિ.મી. દૂર સર્વિસ રોડ ઉપરનું લોકેશન બતાવતા તેણે ત્યાં જઈ તપાસ કરતા ટ્રક પાર્ક જોવા મળ્યો હતો અને ચાવી ટ્રકમાં જોવા મળી હતી. આથી ટ્રક કારખાને લઈ આવી ડ્રાઈવરના નાનાભાઈ વિષ્ણુપ્રસાદની તપાસ તે જોવા નથી મળતા તેને એરપોર્ટ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.