રાજ્યમાં દિવસેને દિવસે લુંટારૂઓ બેફામ બનતા જાય છે ત્યારે તેમને પકડી પાડવા માટે પોલીસ વિભાગ પણ તસ્કરો સામે લાલ આંખ કરીને તેઓને પકડી પડતી હોય છે ત્યારે લીંબડીમાં નેશનલ હાઈવે લુંટની ઘટના બની હતી જેમાં હાઇવે પર 1.7 કરોડની દિલધડક લૂંટ કરવામાં આવી હતી ત્યારે આ કેસમાં લીંબડી પોલીસ અને એલસીબી ટીમે ચાર આરોપીઓને પકડી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ૬ જાન્યુઆરી મોડી રાત્રીની છે જ્યાં ઇલેક્ટ્રોનિક સાધનો ભરી જતા આઇસર ટ્રકમાં ચાલુ વાહને પ્રવેશ કરી ટ્રકના પાછળના દરવાજાનું તાળુ તોડી સીલ તોડી અંદર પ્રવેશી મોબાઇલ લેપટોપ અને અન્ય કિંમતી ઇલેક્ટ્રોનિક સાધનોની ફિલ્મી સ્ટાઇલમાં ઉઠાંતરી કરવામાં આવી હતી. ત્યારે આ ઘટના પોલીસ તંત્રને દોડતું કર્યું હતું
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને લીંબડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે કાર્યવાહી દરમિયાન મધ્યપ્રદેશ કનેક્શન નીકળતા ટીમ મધ્ય પ્રદેશના ઈંદોર પહોંચી હતી અને ચોરીનો માલ વેચાતો રાખનાર ચાર શખ્સોને પકડી પાડયા હતા. જોકે આ કેસમાં વધુ મુખ્ય સુત્રધાર ગણાતા બે આરોપીઓની પણ કડી મળતા ગુનેગારો ને ઝડપી લીધા છે. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા લીંબડી કોર્ટે વધુ તપાસ અર્થે સોમવાર બપોર સુધીના રિમાન્ડ આપતા લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે