ભુકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ ટાઉનથી ૧૪ કિલોમીટર દુર નોંધાયું
ગોંડલ પંથકમાં ગઈકાલે રાત્રે ૧૧:૦૩ કલાકે ૧.૬ની તિવ્રતાનો ભુકંપ નોંધાયું છે જેનું કેન્દ્રબિંદુ ગોંડલ ટાઉનથી ૧૪ કિલોમીટર નોર્થ નોર્થ ઈસ્ટ તરફ નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવતા ફફડાટ ફેલાયો છે. એક તરફ દિવસેને વધતુ જતુ કોરોના સંક્રમણ અને બીજી તરફ ભૂકંપના આંતકા જેવી કુદરતી આફત ત્યારે પ્રજાજનોમાં દહેશત ફેલાઇ છે. ગઇકાલે રાત્રે ગોંડલના રીબડા, રીબ, ગંદાસરા, દાળેશ્ર્વર, તથા વાળાધરી સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઘરમાં રહીએ તો ભુકંપ અને બહાર કોરોના જાવુ તો કયાં જાવું? જેવી સ્થિતિ સર્જાઇ છે.