Abtak Media Google News
  • બૃસેલ્લોસિસ(ચેપી ગર્ભપાત) માટે ૫.૫૩ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ
  •  લમ્પી રોગથી રક્ષિત કરવા રાજ્યના ૬૨ લાખ પશુઓને રસી અપાઈ
  •  ૪૪ લાખ ઘેટાં-બકરાઓમાં પી.પી.આર. રસીકરણ કરાયું
  •  ૨.૫૭ કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે                                                                                                                                                                                                                                              પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારની ૧૦૦ ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.RP

મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૫.૫૩ લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, ૬૨ લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, ૪૪ લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, ૧.૬૬ લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા ૧.૫૪ કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ કરાયું છે.

આ ઉપરાંત ઈયર ટેગીંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અવ્વલ છે. અત્યાર સુધીમાં ૨.૪૬ કરોડ મોટા પશુઓ અને ૧૧ લાખ ઘેટાં-બકરા મળીને કુલ ૨.૫૭ કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે તેમ પણ તેમ તેમણે ઉમેર્યું હતુ.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.