કોરોનાની મહામારી વચ્ચે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી તથા અન્ય દેશના નાગરિકોની વહારે આવી રાજપૂત એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાએ માતૃભૂમિ તરફ ઋણ અદા કરતા ૧,૫૦,૦૦૦ જેટલી રકમ ભારત સરકાર પીએમફંડ કરાવ્યા છે.
રાજપૂત એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા મળતી માહિતી મુજબ, કોરોનની મહામારીથી વિશ્ર્વના અન્ય દેશોની જેમ ઓસ્ટ્રલિયાને પણ ઘણાં અંશે વિપરીત અસર થઇ છે. ત્યારે આ કપરા સમયમાં ઇન્ટરનેશનલ સ્ટુડેંટ્સ તથા ટેમ્પોરરી વિઝા ધારકો કે જેમને સરકારી મળવાપાત્ર ન હોઇ, આવા વ્યક્તિઓને ઓસ્ટ્રેલિયાના તમામ શહેરમાં રાજપૂત એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા જીવન નિર્વાહ માટે અત્યંત જરી આવી ખાદ્ય ચીઝ વસ્તુઓની સાથે સેનિટાઇઝર, માસ્ક તેમજ નોકરી ધંધાને લાગત મદદ પહોંચાડી ક્ષાત્ર ધર્મની વ્યાખ્યામાં ખરા ઉતરર્યા હતા. અત્રેએ નોંધનીય છે કે, આ ઉમદા કાર્યની નોંધ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ લઇ રાજપૂત એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાને શુભેચ્છા પત્ર પાઠવ્યો હતો જેમાં આરએસ પરિવારને અભિનંદન સાથે ગુજરાતી એક વિશ્ર્વ નાગરિક છે તે રાજપૂત્ એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાએ સાબિત કરી બતાવવા બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી.
સાથો સાથ માતૃભૂમિ તરફ ઋણ અદા કરવા તાજેતરમાં જ રાજપૂત એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા વિશ્ર્વવિખ્યાત ડો. જીતેન્દ્ર અઢિયાના માઇન્ડ પાવર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓસ્ટ્રેલિયા, લન્ડન, દુબઇ, કુવેત, ગુજરાતમાં વસતા ગુજરાતીઓએ ભાગ લહી કુલ આશરે ૧,૫૦,૦૦૦ જેટલી રકમ અત્યાર સુધીમાં ભારત સરકારના પીએમફંડમાં જવા કરાવવામાં આવી હતી.